કોરોનાથી નહીં, કર્મોથી ડરવાની જરૂર: પૂજ્ય આરાધ્યાજી મ.સ.

તીર્થધામ ખાતે ટૂંકુ રોકાણ કરી ૫૪૦ દિવસના સંયમ જીવનની અનુભૂતિ વર્ણવી મહાસતીજીનું જૂનાગઢ પ્રયાણ

રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.પરમ અસ્મિતાજી મ.સ., પૂ.પરમ ઋષિતાજી મ.સ., પૂ.પરમ શ્રુતિકાજી મ.સ. તથા પૂ.પરમ આરાધ્યાજી મ.સ. આદિ ઠા-૪ રાજકોટ તપ સમ્રાટ તીર્થધામ ખાતે પધારેલ. પૂજ્ય મહાસતિજીઓ ટૂંકુ રોકાણ કરી જુનાગઢ તરફ ચાતુર્માસાર્થે વિહાર કરવાના શુભ ભાવ ધરાવે છે.

પૂ.મહાસતિજીઓના દશેન – વંદન કરવા પૂ.પરમ આરાધ્યાજીના સંસારી માતા પૂનમબેન, સંસારીબેન વિરતીબેન, સંસારી પિતા મનોજભાઈ ડેલીવાળા તથા જૈન અગ્રણી ઉપેનભાઈ મોદી ગયેલ.

જિન શાસન સમાચાર પરિવારના ઉપેનભાઈ મોદીએ પૂ.પરમ આરાધ્યાજી મ.સ.ને પૂછ્યુ કે આપ આજરોજ સંયમ જીવનના ૫૪૦ દિવસ પરિપૂર્ણ કરી રહ્યાં છો, આપે કોલકત્તા, પાવાપુરી, ઋષિકેશ, દિલ્હી, સમેત્તશિખરજી વગેરે ક્ષેત્રોની સ્પર્શના કરી, આપને કેવી અનુભૂતિ થઈ ?  પૂ.પરમ આરાધ્યાજી મ.સ.એ જણાવ્યું કે સમેત્તશિખરજીની ભૂમિ ઉપર   વીશ તીથઁકર પરમાત્મા નિર્વાણ પામ્યાં છે, જે પાવાપુરીની પાવન ભૂમિ ઉપર ચરમ અને પરમ તીથઁકર પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યાં છે એ ભૂમિની આજુબાજુમાં એ સમયે રાજા – મહારાજાઓના મહેલ અત્યારે ખંડેર થઈ ગયાં છે. બસ, પરમાત્મા કહે છે કે આપણું પણ અસ્તિત્વ એક’દિ ખંડેર થઈ જશે માટે માનવભવને સાર્થક કરી લ્યો. અસ્તિત્વમાં નહીં પરંતુ આત્મભાવમાં રહેવા સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ પુણ્યભુમિ ઉપર એવા શુભ ભાવ થયા કે અમે સૌ પણ તીથઁકર પદને પ્રાપ્ત કરી અંતે, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનીએ.

જુનાગઢ ગિરનારની ગોદમાં પ્રભુ નેમનાથની ધન્ય ધરામાં વષો કાલ દરમ્યાન અગિયાર ૧૧ અંગ સૂત્રોની વાંચના થવાની છે તેનો ગુરુદેવના સાનિધ્યમાં લાભ મળશે.

Loading...