Abtak Media Google News

વિવાદમાં વિશ્વાસ કેટલો?

જેમ સાજા થવું હોય તો સારો ડોકટર જોઈએ અને કાયદેસર લડવું હોય તો સારો વકીલ જોઈએ. તેમ કેન્દ્ર સરકારને વિવાદોમાં ફસાયેલી રૂા.૪૯,૬૦૦ ટ્રિલીયનની રકમ છુટી કરવા માટે નિષ્ણાંતોની તાતી જરૂર છે. વડાપ્રધાન મોદીનું ૫ ટ્રિલીયન ડોલરની ઈકોનોમી ઉભુ કરવાનું લક્ષ્યાંક છે પરંતુ આ લક્ષ્યાંક પાછલ કાયદેસરની લડાઈમાં ફસાઈ ગયેલા રૂપિયા ૪૯,૬૦૦ ટ્રિલીયન જેવી રકમ બાધારૂપ બની છે. વિવાદથી વિશ્ર્વાસ જેવી યોજનાઓના માધ્યમથી આવકવેરા વિભાગે ફસાયેલા ટેકસની રકમ છુટી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નિષ્ણાંતો ન હોવાના કારણે આલ્યા-માલ્યા અને જમાલ્યા જેવા અનેક ફાવી ગયા છે.

ટેકસની લડત માટે કેન્દ્ર સરકાર પાસે નિષ્ણાંત વકીલો કે અન્ય અધિકારીઓની સંખ્યા ઓછી છે. બીજી તરફ જે કર ભરવામાં ઠાગાઠૈયા કરે છે તેવા આલ્યા-માલ્યા ખર્ચા કરીને પણ નિષ્ણાંતને રોકે છે અને આવા વિવાદમંથી બહાર નીકળી જાય છે. જેના પરિણામે દેશને લાખો-કરોડોનું નુકશાન જાય છે. સરકારના ફીના ધોરણ ખુબ ઓછા છે જેના કારણે નિષ્ણાંતો દૂર રહે છે.  બીજી તરફ કેટલાક કરદાતાઓમાં વિશ્ર્વાસ ઉભો કરવામાં પણ આવકવેરા વિભાગ સફળ રહ્યું નથી.

આંકડા મુજબ છેલ્લા છ વર્ષમાં ઈન્કમટેકસ અપીલેટ ટ્રીબ્યુનલમાં ૯૨,૩૩૮ કેસ, વિવિધ હાઈકોર્ટમાં ૩૮,૪૮૧ કેસ અને સુપ્રીમ કોર્ટમાં ૬,૩૫૭ કેસ એકંદરે કુલ ૧,૩૭,૦૦૦ કેસ ડાયરેટ ટેકસને લગતા પેન્ડીંગ છે. આ કેસમાં કુલ ૪.૯૬ લાખ કરોડ સલવાયેલા છે. જો આ રકમ છુટી થઈ જાય તો અર્થતંત્રમાં સારી તરલતા આવી જાય. ટેકસ વિભાગ દ્વારા લીટીગેશનના કારણે વિવાદ ઉભા થયા હોવાનું પણ સામે આવે છે. અપીલ થયા બાદ કેસ ઉકેલવાનો સફળતાનો દર ખુબ ઓછો છે. વિવાદ સે વિશ્ર્વાસમાં પણ આવું જ થયું છે. સરકાર સાથે સમાધાનકારી વલણ દાખવનાર કરદાતાને કેટલીક રાહત મળે છે. જો કે, કેટલાક સંજોગોમાં તંત્ર જતુ કરવા તૈયાર રહેતું નથી. પરિણામે મસમોટી રકમ અટવાઈ જાય છે.

આવા વિવાદો ઉકેલવા માટે સરકાર પાસે નિષ્ણાંતોની ફોજ હોય તે ખુબજ આવશ્યક છે. નિષ્ણાંતો લડનારા હોય તો છટકબારી કારણે છટકી જતા આલ્યા-માલ્યાને અટકાવી શકાય. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે, ૧૦૦૦-૧૫૦૦ કરોડની ટેકસ ચોરી કરનાર માત્ર રૂા.૫૦ કરોડ જેટલો ખર્ચ નિષ્ણાંત વકીલ પાછળ ખર્ચ કરી મસમોટી રકમ ભરવામાંથી છટકી જતો હોય છે. આવું ન થવું જોઈએ માટે સરકાર પાસે પણ નિષ્ણાંતોની ફોજ હોય તે જરૂરી છે.

  • સરકારી વિભાગમાં નિષ્ણાતોની અછતના કારણે આલ્યા- માલ્યા-જમાલ્યા ફાવી ગયા
  • ઈન્કમ ટેકસ એપેલેટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સરેરાશ ૧,૩૭,૦૦૦ કેસ પેન્ડિંગ
  • ટેકસના વિવાદ ઉકેલવા ‘વિવાદ સે વિશ્વાસ’ યોજનાની અમલવારી છતાં મોટા પ્રમાણમાં ભંડોળ અટવાયું
  • ટેકસના વિવાદો દૂર કરવાના અભિયાનમાં લોકોમાં વિશ્વાસ ઉભો કરવો પણ ખુબજ આવશ્યક
  • ટેકસના વિવાદના કેસ લડવામાં નિષ્ણાતો પુરતા ન હોવાથી મસમોટી રકમ લટકી પડી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.