Abtak Media Google News

શહેરમાં ધમધમતા ગેરકાયદે કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ કરવા લોકમાગ

જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા ‘ગૌ, ગંગા અને ગીતા’ની ભારતીય પરંપરાને અનુસરતા રાજયમાં જીવદયા-ગૌરક્ષા માટે આકરી જોગવાઈઓ સાથે ખરડો પસાર કરવામાં આવ્યો, આ ઐતિહાસિક ખરડા અનુસાર પશુઓ અને ખાસ કરીને ગૌવંશના ગેરકાયદે કતલ તસ્કરી પર કડક રીતે અંકુશ લાગી શકશે વળી આ કાયદો સમગ્ર દેશમાં માટે ઐતિહાસિક અને સિમાચિહન ‚પે બની શકે તેવી અનેક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. સમગ્ર રાષ્ટ્રની જીવદયા પ્રવૃતિ માટે આ ખરડો એ એક સિમા ચિહન રૂપ બની રહેશે.

આ અત્યંત કડક કાયદાથી ગૌવંશની તસ્કરી, ગેરકાયદે હેરફેર અને કતલ પર અંકુશ આવશે. ‘ગૌ હત્યા પ્રતિબંધ કાનુન’ વધુ કડક બનાવવાનું વિજયભાઈએ વચન આપ્યું હતું અને તેનું વિધાનસભામાં પાલન કર્યું છે. વિધાનસભામાં ‘ગૌ હત્યા પ્રતિબંધ કાનુન’ રજુ થવાની ઐતિહાસિક ક્ષણે અનેક સાધુ સંતો, જીવદયા પ્રેમી નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પૂર્વે પણ જીવદયાના વિવિધ પ્રશ્ર્નોમાં મુખ્યમંત્રીએ અત્યંત રસ પૂર્વક ત્વરીત નિર્ણયો લીધા છે. વાયબ્રન્ટ સમીટ ૨૦૧૭માં વિવાદાસ્પદ ‘એગ પાઉડર મેન્યુફેકચરીંગ નો એમ.ઓ.યુ.’ વિજયભાઈએ ત્વરીત નિર્ણય લઈ ને રદ કર્યો હતો. જીવદયાની ઉદાર ભાવનાથી સમગ્ર ભારતમાં પ્રથમ વખત મકર સંક્રાંતી પર્વ નિમિતે ઘવાતા પક્ષીઓ માટે ૧૦ દિવસ સુધી સમગ્ર રાજયમાં ‘ક‚ણા અભિયાન’ અંતર્ગત કંટ્રોલ ‚મ મુખ્યમંત્રીની ઉમદા પ્રેરણાથી કરાયો હતો. રાજકોટમાં વિવાદસ્પદ-ગેરકાયદે મચ્છી માર્કેટના કરોડોના ખર્ચે થનારા ડેવલોપમેન્ટને મુખ્યમંત્રીએ તુરંત જ અટકાવ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૧૭-૧૮ના રાજય સરકારના બજેટમાં પશુ-પક્ષીઓ માટે ૧૦૦ થી વધારે ‘એમ્બ્યુલન્સ’ની ફાળવણી કરી હતી. ગુજરાત રાજયમાં વધારેને વધારે ઉતમ પ્રકારના ગૌવંશના સર્જન માટે નંદીઘર બનાવવાનો ઉતમ નિર્ણય લીધો હતો.

આ રીતે ગુજરાત સરકાર અને હંમેશાની જેમ જીવદયા પ્રતિપાલન ક્ષેત્રે હંમેશ અગ્રેસર રહેતા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ગૌહત્યા પ્રતિબંધ કાનુન દ્વારા સમગ્ર રાષ્ટ્રને અનેરો રાહ ચિંધ્યો છે. ગુજરાતનું ગૌ સેવા આયોગ પણ ડો.વલ્લભભાઈ કથીરીયાની આગેવાનીમાં સરસ કાર્ય કરી રહ્યું છે. ઉતરપ્રદેશમાં યોગી આદિત્યનાથજીની સરકારે ગેરકાયદેસર કતલખાના પર ઘોંસ બોલાવી કરોડો અબોલ જીવોને બચાવી લેવાનું પુણ્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમીતભાઈ શાહના સહકારથી મેળવ્યું છે. આજ પેટર્ન પર રાજકોટમાં અને ગુજરાતમાં તેમજ દેશમાં તમામ જગ્યાએ ગેરકાયદે (લાયસન્સ વગરના, કે સરકારી નિયમોનું ભંગ કરતા) કતલખાના-બિન અધિકૃત નોનવેજ રેકડીઓ/ રેસ્ટોરન્ટો બંધ કરવામાં આવે તો કરોડો જીવની દુઆ આપણને સૌને મળી શકે. મુંગા અબોલ જીવોના રકતની નદીઓ વહેડાવીને કોઈ રાષ્ટ્ર કયારેય સુખી ન થઈ શકે.

સમગ્ર હિંદુ સમાજ, જૈન સમાજ, ગૌ શાળા-પાંજરાપોળ ટ્રસ્ટીઓ અને ચંદ્રકાંતભાઈ શેઠ, મિતલભાઈ ખેતાણી, ઈશ્ર્વરભાઈ દોશી, પ્રવિણભાઈ કોઠારી, જીતુભાઈ કોઠારી, જીતુભાઈ દેસાઈ, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, પ્રભુદાસભાઈ તન્ના, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, ડોલરભાઈ કોઠારી, મનોજભાઈ ડેલીવાળા, મયુરભાઈ શાહ, એડવોકેટ જીજ્ઞેશભાઈ શાહ, રાજુભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શાહ, કિશોરભાઈ કોરડીયા, પ્રતિકભાઈ સંઘાણી, મેહુલભાઈ દામાણી, નિલેશભાઈ કામદાર, રજનીભાઈ પટેલ, કિરીટભાઈ શેઠ, સી.પી.દલાલ, સુશીલભાઈ ગોડા, જગદીશભાઈ દોશી, ઘનશ્યામભાઈ ઠકકર, ચંદ્રેશભાઈ પટેલ, ભરતભાઈ ભીમાણી, તુષારભાઈ મહેતા, શેતુરભાઈ દેસાઈ, સુશીલભાઈ ગોડા, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, હરેશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, પ્રકાશભાઈ મોદી, પારસભાઈ મોદી, ભાસ્કરભાઈ પારેખ, ધિરેન્દ્રભાઈ કાનાબાર, યશભાઈ શાહ સહિતના જીવદયા પ્રેમીઓએ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી છે.


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.