Abtak Media Google News

ધોળીયા નેસ પાસે અવાવરૂ  સ્થળેથી ૧૧ બોટલ દારૂ કબજે: બેની શોધખોળ

પોરબંદર જિલ્લાના નવનિયુકત જિલ્લા પોલીસ વડાએ દારૂ-જુગારની બદી ડામવા આપેલી સુચનાને પગલે રાણાવાવ પંથકમાં વિદેશી દારૂ અને દેશીદારૂના બે સ્થળે દરોડા પાડી રૂ.૩૮ હજારના મુદામાલ કબજે કરી નાશી છુટેલા બે બુટલેગરની શોધખોળ આદરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવ તાલુકાના ધોળીયાનેસ ગામે રહેતો લખમણ કાળા રબારી નામનો શખ્સો વિદેશી દારૂની વેચાણ કરતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી અવાવરૂ સ્થળેથી રૂ.૪૪૦૦ની કિંમતની ૧૧ બોટલ દારૂ કબજે કરી નાસી છુટેલા લખમણ કાળા રબારીની શોધખોળ આદરી છે.

જયારે એલસીબીના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બરડા ડુંગર નજીક ગેડીયા નેસ વિસ્તારમાં રહેતો બતા વેજા રબારી નામનો શખ્સ દેશી દારૂ નો વેચાણ કરતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ૧૫૫૫ લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરી રૂ.૩૩૬૪૦ લાખનો મુદામાલ કબજે કરી દરોડાની જાણ થતા બતા વેજા રબારી નામના શખ્સની શોધખોળ પી.એસ.આઈ કે.એચ.ગરચર સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.