Abtak Media Google News

વેજલપર ગામે તલાવડીમાં છૂપાયેલો ૪૬૩ બોટલ દારૂ કબ્જે: બુટલેગરની શોધખોળ

માળીયા મિંયાણાના વેજલપર ગામની સીમમાં ખેત તલાવડીમાં છુપાવેલો રૂ ૧.૩૮ લાખની ઇગ્લીશ દારુનો જથ્થો માળીયા પોલીસે શોધી કાઢી ખળભળાટ મચાવી દીધો છે.1 66પ્રાપ્ત વિગત મુજબ માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે વેજલપર ગામની સીમ વિસ્તારમાં રતિલાલ ભગવાનજી નાયકપરાના ખેતરની બાજુમાં આવેલ ખેત તલાવડીમાં વિજય જયંતિભાઇ અધારા રહે. દેવળીયા વાળાએ તલાવડીમાં છુપાવેલો ૪૬૩ બોટલ ઇગ્લીશ દારુનો જથ્થો કિંમત રૂ ૧,૩૮,૯૦૦ પકડી પાડયો હતો.

ત્યારે ભેજાબાજ બુટલેગરના નુસ્ખાને પોલીસે દારી શોધી કાઢી નાકામ બનાવી દઇને માળીયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.