એનડીએને ૩૨૫થી વધુ બેઠકો મળશે, ગુજરાતમાં ભાજપ ૨૬ બેઠકો જીતશે તેવી પૂર્વ મેયર ડો.ઉપાધ્યાયની આગાહી સાચી પડી

114

શાનદાર જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપતા ડો.જૈમન ઉપાધ્યાય 

લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં ભાજપ ફરી ૨૬ બેઠકો હાંસલ કરશે અને કેન્દ્રમાં એનડીએને ૩૨૫થી વધુ બેઠકો મળશે તેવી ભવિષ્યવાણી મહાપાલિકાનાં પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય દ્વારા મતગણતરી પૂર્વે જ કરી દેવામાં આવી હતી જે અક્ષરશ: સાચી ઠરી છે.

પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે લોકસભાની ચુંટણીમાં શાનદાર વિજય મેળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને અભિનંદન પાઠવ્યા છે. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે, દેશની જનતાએ જ્ઞાતીવાદ આધારિત રાજનીતિને જાકારો આપ્યો છે અને વિકાસવાદ અને રાષ્ટ્રવાદ આધારિત રાજનીતિનો સ્વિકાર કર્યો છે. આગામી પાંચ વર્ષમાં દેશ બેવડા વિકાસ સાથે ઉભરી આવશે.

Loading...