Abtak Media Google News

ખંભાળીયા પંકના ૧૯૨૯ વિદ્યાર્થીઓ અને ૪૦ શિક્ષકોએ લાઇવ ડેમો દ્વારા જાણકારી મેળવી

નયારા એનર્જી લિમિટેડએ શાળા સલામતી સપ્તાહની ઉજવતી અંતગર્ત ખંભાળીયા પંકની પાંચ શાળાઓના આશરે ૧૯૨૯ વિદ્યાર્થી તા ૪૦ શિક્ષકોને કુદરતી કે માનવસર્જીત આપત્તિ સમયે સાવચેતી રાખી કઇ રીતે સુરક્ષિત પગલાં ભરી શકાય ? એ અંગેનું માર્ગદર્શન લાઇવ ડેમો મારફતે આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ સત્તામંડળના આયોજની દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા શાળા સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં અાવી હતી. આ ઉજવણીમાં વાડીનારમાં આવેલી નયારા એનર્જી થીલમિટેડએ જોડાઇ ખંભાળિયા પંકની પાંચ શાળાઓમાં માર્ગદર્શક કાર્યક્રમો યોજ્યા હતા. જેમાં વાડીનાર પ્રામિક શાળા, વાડીનાર ધાર વાડી પ્રામિક શાળા, નાના આંબલા પ્રામિમ શાળા, ઉગમણાબારાની સરકારી સેક્ધડ્રી સ્કૂલ અને ખંભાળિયાની દા.સુ. ગર્લ્સ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં આશરે ૧૯૨૯ વિર્દ્યાીઓ તા ૪૦ શિક્ષકોએ કુદરતી તથા માનવસર્જિત આપત્તિ વખતે રાખવી જોઇતી સાવચેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

નયારા એનર્જી લિમિટેડના ફાયર વિભાગના તાલીમી સુસજ્જ થયેલા જવાનોએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આધુનિક સાધનો અને ઘર ઉપયોગ સાધનો વડે લાઇવ ડેમો યોજી કુદરતી કે માનવસર્જીત આપત્તિ વખતે તાકીદના ધોરણે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ અને તે માટે કઇ પ્રકારની તકેદારી રાખવી જોઇએ તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કંપનીના તાલીમબધ્ધ કર્મચારીઓએ આપેલા માર્ગદર્શન અને પ્રશ્નોત્તરીના સંતોષકારક ઉત્તરી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો નયારા  એનર્જી લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.