Abtak Media Google News

છેલ્લા ચાલીક કરતાં વધારે વર્ષોથી હું સતત રંગભૂમિના ધબકારાથી જ જીરું છું. નટરાજની સાધના અને આરાધના એજ મારુ કર્તવ્ય અને નવી પેઢીને તૈયાર કરતા રહેવું જેથી રંગભૂમિ ધબકતી રહે, એજ મારુ ઘ્યેય આ શબ્દો છે રાજકોટના ૬૨ વષના યુવાન દિગ્દર્શક નયન ભટ્ટના તાજેતરમાં જેમને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. એવા પીઢ નાટયકાર દુરદેશી ભરી આગવી સુઝ દ્વારા સામાન્ય વિષય વસ્તુ ધરવાતાનાટકને પણ અનોખો ટચ આપી કૈક નવું કૈક અલગ હોવાનો અહેસાસ કરાવતા દિગ્દર્શક અને જેને અન્ય દિગ્દર્શકો હાથમાં લેતા પણ અચકાય એવા કથાવસ્તુ અને કલાકારોના કાફલા સાથે કામ પાર પાડેલા સદાયે તત્પર એવા સાહસવીર નયન ભટ્ટ અને તબલાવાદન કે જે કલામાં સામાન્ય રીતે સ્ત્રીઓ બહુ ઓછી જોવા મળે એ ક્ષેત્રે બી મ્યુઝ ની ડીગ્રી ધરાવતા રંગભૂમિ સીરીયલ અને ફિલ્મોમાં છેલ્લા ચાલીસ વર્ષથી પોતાના આગવા અભિયન દ્વારા લોકચાહના મેળવતા મુણાલીની ભટ્ટ, આ સાહસ બેલડી એટલે રંગભૂમિની રિશા અને દશા માટે સતત ઉજાગરા કરતા નાટયકાર

ગઇકાલે હેમુ ગઢવી હોલ ખાતે મૃણાલીની ભટ્ટ નિર્મિત અને યોગેશ મહેતા લીખીત તેમજ નયન ભટ્ટ દિગ્દર્શિત નાટક એક સંબંધ સાવ અચાનક રજુ થર્યુ. વિશ્ર્વ રંગભૂમિ રિન નિમિતે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા પ્રેરિત આ નાટકને નાટયપ્રેમી જનતાએ એક અવાજે વખાવ્યું ભાઇ-બહેનના પ્રેમની સાવ સીધી સાદી વાતને સતત અવનવા ટિવસ્ટ અને ધારદાર અને લાગણીસભર સંવાદની સાથે પોતાના આગવા ટચથી સર્જેલી અદભૂત કોમેડીએ આવા લાગણીસભર અને પ્રસંગોચિત ગંભીર બની જાય એવા નાટકને પણ બહુ જ હળવી શૈલીમાં મનોરંજક બનાવ્યું છે. રક્ષિત વસાવડા, મૃણાલિની ભટ્ટ અને ધરા વસાવડાની ભાઇ-ભાભી અને બહેનની જોડી સામે અનીસ કચ્છી અને પલ્લવી વ્યાસની મિત્ર દંપતિનું એટેચમેન્ટ અને ઘરનો નોકર ખરેખર ઘરનાો જ લાગે એવો ગંભીર વિષયને સતત હળવો બનાવતો હર્ષિત

ઢેબર કલાકારો ચડે કે કલા કસબીઓએ પણ નકકી ન થઇ શકે એવા રીચ પ્રોડકશનમાં સંગીતમાં રમીઝ સાલાણીનું સંચાલન અને પ્રકારસંચાલનમાં ચેતન ટાંકનો ટચ સાથે પડદા પાછળના કસબને ન્યાય આપતા કલ્પેશ બોધરા અને સલીમની સાથે સાથે હિમાંશુ પાડલીયાનો મેકઅપ પ્રોકડશનનીભવ્યતાનું એકપણ પાસુ નબળું ન રહે એનો ખ્યાલ રાખતા નયન ભટ્ટ સતત દિગ્દર્શક તરીકે દરેક દ્રશ્યમાં દેખાતા રહે છે એ આ નાયકની સફળતા છે અલબત રંગભૂમિને ઉત્તરોતર સારા નાટકો મળતા રહે એ માટે સતત પ્રયત્નશીલ દિનેશ બાલાસરાનો સહયોગ પણ નકારી ન જ શકાય.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.