Abtak Media Google News

સંગઠનની રચના સંગઠન બિઝનેસ ચાલુ કરીને તેમાંથી થતી આવક સમાજના જરૂરિયાતમંદ પરિવારની મદદ માટે ખર્ચાશે: ગૌશાળા અને ભોજનશાળા બનાવાશે

ક્ષત્રિય સમાજના જરૂરિયાતમંદ પરિવારોના લોકોને મદદ કરવાના હેતુ સાથે ભોમેશ્ર્વર વિસ્તારના ક્ષત્રિય યુવાનોએ નવયુગ ક્ષત્રિય સેવા સંગઠનની રચના કરી છે. સંગઠન વિશે વિસ્તૃત વિગત આપવા ધિરેન્દ્રસિંહ જાડેજા, સનતસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મોહિતરાજસિંહ સોલંકી, મેઘદીપસિંહ વાઘેલા અને વિશ્ર્વરાજસિંહએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ધીરેન્દ્રસિંહ જાડેજાએ સંગઠન અંગે જણાવ્યું કે, ક્ષત્રિય સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે તેમના સુધી બધી મદદ પહોંચાડવાના હેતુ સાથે સંગઠનની રચના કરવામાં આવી છે.

સર્વપ્રથમ ભોમેશ્ર્વર વિસ્તારમાં ક્ષત્રિયોના ઘરે ઘરે જઇને સર્વે કરવામાં આવશે અને જે જરૂરિયાતમંદ લોકોને રાખવામાં આવ્યા છે અને તેઓને માનદ વેતન પણ  આપવામાં આવશે. જેથી તેઓને સંગઠન તરફથી મદદ મળી શકે.

આ સિવાય જનરલ લોકો માટેની સરકારી યોજનાની માહિતી પણ પૂરી પાડવામાં આવશે તેમજ સહાય ક્યાંથી અને કેવી રીતે મેળવવી તેની જાણકારી આપવામાં આવશે. આ સંગઠન સાથે સમાજના અલગ-અલગ નોકરિયાતના લોકોને જોડવામાં આવશે. જેથી સમાજને જરૂરિયાત ઉભી થાય તો મદદ થઇ શકે. સાથે સાથે સમાજના બિઝનેસ કરતા ભાઇઓને પણ આ સંગઠનમાં જોડવામાં આવશે. જેથી સમાજના લોકોને નોકરી કે અન્ય જરૂરિયાત માટે તેઓનો સંપર્ક થઇ શકે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, ક્ષત્રિયોમાં ગૌ સેવાનું ખૂબજ મહત્વ હોય છે તો ટૂંક સમયમાં જ આ સંગઠન ગાયોની સેવા કરી શકાય તે માટે ગૌશાળા બનાવશે તેમજ બધી જ્ઞાતી, જાતી કે ધર્મના લોકો માટે ભોજનશાળા પણ બનાવશે. જેમાં જરૂરિયાતવાળા લોકો નિ:શૂલ્ક ભોજન લઇ શકશે અને ક્ષત્રિય સમાજમાં એકતા વધે તેમજ વધુ ને વધુ લોકો આમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવશે. આ કોઇ રાજકીય સંગઠન નથી. માટે કોઇ પણ પક્ષના ભાઇઓ આમાં જોડાઇ શકશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકશે. હવે પછીની બેઠકમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.