Abtak Media Google News

૧૦૮ની સમયસરની સેવાથી એકની ઝીંદગી બચી ગઈ૧૦૮ની સમયસરની સેવાથી એકની ઝીંદગી બચી ગઈ

મોરબી નજીક ના નવલખી બંદરે સીંગાપુર થી આવેલા એક જહાજ માં થયેલ ગેસ દુર્ઘટના માં બે ચાઇનિસ ખલાસીઓ ના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે  એક ખલાસી ને ગંભીર હાલત માં જામનગર ખસેડવામાં આવ્યો છે આ ઘટના ને પગલે જામનગર પોલીસ હોસ્પિટલ દોડી જય ઘટના ની સંપૂર્ણ હકીકતો જાણવા તપાસ સારું કરી છે ગેસ લીકેજ થતાં ગૂંગળામણ ના કારણે આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છેનવલખી બંદર પર સિંગાપોર થી કોલસો ભરી ને આવેલ ફેંગ હુઈ હૈ નામના જહાજમાં લોડીંગ કામ ચાલુ હતું ત્યારે એકાએક ગેસ લીકેજ થવાની ઘટના ઘટતા દોડધામ મચી ગઈ હતીઆ ઘટના ના પગલે શીપ માં ના એકવીસ ક્રૂ મેમ્બર પૈકી ૩ ક્રૂ મેમ્બર આ ઘટના નો ભોગ બન્યા હતા ઝેંગ બાહો હાઇ ,સન ઇંગ ડોંગ અને ડોંગ કૂઈ નામના ૩ ક્રૂ મેમ્બરો ને તત્કાલી જામનગર ના રોઝી બંદર લઈ જવામાં આવ્યા હતા જો કે સારવાર મળે તે પૂર્વે જ બંદર પર પહોચેલા ૨ ખલાસીઓ ના મૃત્યુ નિપજ્યાં હતા જ્યારે સન ઇંગ ડોંગ ને જામનગર ની જી જી હોસ્પિટલ માં ખસેડાયો હતોગાંધીધામ ની અગરવાલ પેઢીએ સ્કોરપીઓ એજન્સી પાસે થી મંગાવેલ કોલસો ભરી ને આ જહાજ નવલખી બંદરે આવ્યું હતું હોંગકોંગ ચાઈના ના આ જહાજ માં કુલ ૨૧ ક્રૂ મેમ્બરો હતા ચાઇનિસ ક્રૂ મેમ્બરો ને હોસપીટલે લઈ આવતા જામનગર પોલીસ સતર્ક બની હતી  ૨ મૃતકો ના પોસ્ટ મોર્ટમ કરવી તેની સાથે રહેલા અન્ય ૪ ક્રૂ મેમ્બરો ને પરત મોકલવા સહિત ની કામગીરી સરું કરી છે આ ઘટના અંગે મોરબી પોલીસ આગળ ની કાર્યવાહી કરસે  ૧૨ દિવસ પૂર્વે મલેસિયા થી અત્રે આવ્યું હતું૧૦૮ ના જામનગર જિલ્લાના હેડ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે ૧૦૮ ની ટીમના ઇએમટી રસીલાબા ગોહિલ અને પાયલોટ સુખદેવસિંહ તાત્કાલીક એમ્બ્યુલન્સ લઇ બંદરે પહોંચ્યા હતા અને ગંભીર હાલતના શીપ મેમ્બરોને જી.જી.હોસ્પીટલ તાબડતોબ અને સમય સુચકતાથી પહોંચાડતા એક જીંદગી બચી ગઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.comJamnagar

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.