Abtak Media Google News

પતિને છોડી બે બાળકો સાથે પ્રેમી સાથે રહેવા આવેલી પરિણીતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ

નવસારીની પુષ્પક સોસાયટીની મુસ્લિમ પરિણીતાની સાથે બેંકમાં ફરજ બજાવતા સહ કર્મચારીએ પ્રેમજાળમાં ફસાવી પતિને છોડી બે બાળકો સાથે ભાવનગર રહેવા આવ્યા બાદ પ્રેમીએ અવાર-નવાર દુષ્કર્મ આચરી પ્લાયન થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બેંક કર્મચારીની સામે બળાત્કારનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નવસારીની પુષ્પક સોસાયટીમાં રહેતી મુસ્લિમ પરિણીતા ગણદેવી ખાતે આવેલ તરાસ બેંકમાં મહિલાઓને લોન અપાવવા અંગેની ફરજ બજાવતી હતી તે દરમિયાન તેની સાથે જ કામ કરતો વિક્રમ જેન્તી કીઠોરીયાના પરિચયમાં આવતા વિક્રમે તારો પતિ તારા કરતા મોટી ઉંમરનો હોવાનું અને તે તેને કેમ પસંદ કર્યો.

તેવી મીઠી મીઠી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી પોતે અપરિણીત હોવાનું અને બન્ને બાળકો સાથે સ્વીકારી લેવાનું જણાવી બીલીમોરાની રાજભોગવાળી શેરીમાં આવેલ હોટલમાં લઈ જઈ અવાર-નવાર બળાત્કાર ગુજાર્યા બાદ મુસ્લિમ પરિણીતાને ભાવનગરના તિલકનગર, અજય સોસાયટી, શ્યામ સુંદર હોલ પાસે મકાન ભાડે રાખી મુસ્લિમ પરિણીતા પર દુષ્કર્મ આચરી વિક્રમ પલાયન થઈ જતાં તેના અંગે મુસ્લિમ પરિણીતાએ તપાસ કરતા તે પરિણીત હોવાનું જાણવા મળ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં મુસ્લિમ પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિક્રમ કીઠોરીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.