Abtak Media Google News

મહારાષ્ટ્રની સૌથી પૉપ્યુલર ડિશિસમાંની એક છે સાબુદાણા ટિક્કી. આ ટિક્કીને સામાન્ય રીતે વ્રત માટે બનાવવામાં આવે છે, પરંતુ સાબુદાણા, બટાકા અને કેટલાક તીખા મસાલાઓનો સ્વાદ એટલો આકર્ષે છે કે આપ તેને જ્યારે ઇચ્છો, ત્યારે બનાવી શકો છો.

બહારથી કુરકુરી અને અંદરથી મુલાયમ બનતી આ ટિક્કીની રેસિપી બહુ જ સરળ છે. બસ થોડોક સમય વધારે લાગે છે, કારણ કે સાબુદાણાને થોડુંક પલાડવાની જરૂર હોય છે.

જોકે સાબુદાણા વડા પણ સાબુદાણા ટિક્કીનું જ એક રૂપ છે, પરંતુ ફરક છે, તો બસ મસાલાઓનો. સાથે જ ટિક્કી સામાન્યતઃ તવા પર શૅલો ફ્રાય કરવામાં આવે છે, પરંતુ આપ ઇચ્છો, તો તેને કઢાઈમાં ડીપ ફ્રાય પણ કરી શકો છો.

કેવી રીતે બનાવશો સાબુદાણા ટિક્કી ?

  • સાબુદાણાને ચાળણીમાં લઈ સારી રીતે પાણીથી ધોઈ સંપૂર્ણ સ્ટાર્ચ નિકાળી લો.
  • હવે એક બાઉલમાં સાબુદાણાને 1/2 કપ પાણીમાં નાંખી પલાડી દો.
  • તેને લગભગ 6-8 કલાકો સુધી પલડવા દો.
  • હવે થોડાક સાબુદાણા લઈ તેને મૅસ કરો, તપાસો કી તે સરળતાથી મૅશ થઈ ગયું છે, તો સમજો કે તે પકાવવા માટે તૈયાર છે.
  • એક બાઉલમાં બાફેલા બટાકાને વાટી નાંખો.
  • હવે પલાડેલા સાબુદાણાને બટાકામાં મેળવો.
  • તેમાં આદુ અને લીલા મરચા નાંખો.
  • સફેદ તલ અને મીઠું મેળવો.
  • આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને એક પ્રકારે લોટની જેમ ગૂંથી લો.
  • હવે મગફળી અને કૉર્ન ફ્લોર મેળવીને પણ સારી રીતે મિક્સ કરો.
  • હવે આ મિશ્રણને બરાબરનાં ભાગમાં વહેંચી દો, બંને હથેળીઓમાં હળવેથી દબાવી તેમને ફ્લૅટ કરો.
  • સાથે જ સાથે, એક પૅનમાં તેલ ગરમ કરો.
  • ગરમતેલમાં આ ટિક્કીઓને નાંખો.
  • સાઇડ્સ બદલી તેમને તળતા રહો.
  • ત્યાં સુધી તળો કે જ્યાં સુદી બંને સાઇડ્સ હળવીક ભૂરી ન થઈ જાય. ગૅસ બંધ કરી ટિક્કીને પ્લૅટમાં મૂકો.

    હવે તૈયાર છે મોઢામાં પાણી આવી જાય એવા સ્વાદિસ્ટ સાબુદાણાના વાળા.

    Sabudana Wada Recipe

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.