Abtak Media Google News

આદ્યશક્તિની આરાધાનાના પર્વ એવા નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે.  ત્યારે માતાજીનું આરાધનાનું આ પર્વ હોય ત્યારે કલાત્મક ગરબાને કેમ ભૂલાય? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના કારીગરો ગરબા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. ત્યારે ખાસ કરી આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા ની બજારો માં ૨૦ રૂપિયા થી માંડી ને  ૧૦૦ રૂપિયા સુધી ના ગરબાઓ ઉપલબ્ધ છે.

ત્યારે સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજ કે, તેઓ પોતાના વડીલોના વખતથી ગરબા બનાવવાનું કામ કરે છે અને ગરબા બનાવવામાં જે કલરનો ઉપયોગ કરવામાં આવે તે પ્રાકૃતિક કલર હોય છે જેથી પર્યાવરણને હાનિ પહોંચે નહિ.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ચેતના સ્વીટ માર્ટ બાર ગરબા ખરીદી માટે ભીડ નઝરે જોવા મળી હતી.લોકો દવારા ગરબા ખીરીદી શરૂ કરવા માં આવી છે.

સાત વર્ષથી બાળા ગરબાને આપે છે કલાત્મક રંગ

Img 20190927 111436

કળા ની કોઈ ઉમર હોતી નથી કળા અમર છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ ૭ વર્ષની બાળા . સુરેન્દ્રનગર જીલ્લાના નાનકડા ગામમાં જોરાવર નગરમા ૫ વર્ષની ઉંમરે આ બાળા ગરબાઓને રગ રૂપ આપી રહી છે. સુરેન્દ્રનગર ના જોરાવર નગરમા વસવાટ કરતા સતાણી પરિવારની આ ૭ વર્ષ ની બાળા નવરાત્રી નિમિત્તે પોતાના હાથે ગરબાઓ ને રંગ રૂપ આપી ને તયાર કરે છે આ પરિવાર નાં લોકો પણ આ બાળકીની આ કળા જોઈ અચંબામાં મુકાયા હતા ત્યારે કળાની કોઈ ઉમર હોતી નથી જેનું સ્થાર્થક ઉદાહરણ આ નાની ૭ વર્ષ ની બાળકી એ પૂરું પાડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.