Abtak Media Google News

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એક એવું પર્વ છે જે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને શોભાવે છે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે  એકમથી નોમ ના નવ દિવસો માં આવતી આ નવરાત્રિમાં આસો મહિનાની નવરાત્રિ મા નવ દિવસ સુધી આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની એક વૈદિક પરંપરા છે. સકલ સૃષ્ટિનું સંચાલન શક્તિ વિના શક્ય નથી, ત્યારે નવા વર્ષના પ્રકાશ અને ઊર્જાની પ્રાપ્તિ માટે અનિવાર્ય એવી શક્તિ આદ્યશક્તિના આ ૯ સ્વરૂપોની પૂજાથી પ્રાપ્ત થાય છે

પ્રથમ નોરતાનો મહિમા માતા શૈલપુત્રી સાથે જોડાયું છે માતા શૈલપુત્રીને પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ માટે શુકનવંતુ  છે સકલ સમાજ અને જીવનમાં સફળતા માટે ધર્મ, કર્મ અને સામાજિક ફરજ માટે પાયાની જરૂરિયાત સૌભાગ્ય નું હોવું અનિવાર્ય છે સૌભાગ્ય એક એવું યોગ છે કે જેના થકી માણસ ધાર્યા મુજબ ના કર્મ કરીને તેના ફળ પ્રાપ્ત કરી શકે છે પ્રથમ નોરતે મા ભગવતીની આરાધના પ્રારંભમાં સેલ પુત્રીની સ્તુતિથી માં જગદંબાની આરાધનાનો પ્રારંભ થાય છે. આદ્યશક્તિના આ નવ સ્વરૂપો ના વિધિવત રીતે ધર્મ-કર્મ અને વેદના દિશા નિર્દેશ મુજબ આરાધના કરવાથી વિતેલા વર્ષની વિષાદ પૂર્વકની પરિસ્થિતિ અને કર્મ દોષનો નાશ થાય છે અને નવા વર્ષના પ્રકાશ અને ઉર્જા માટેની શક્તિનો સંચય થાય છે પ્રથમ નોરતું શૈલપુત્રીની આરાધના સાથે સૌભાગ્યને વધુ બળવત્તર બનાવવા માટેનું પર્વ ગણવામાં આવે છે.

Shailputri Mata

આદ્યશક્તિની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એટલે માતા ભગવતીની આરાધના નો એક એવો અવસર જે સનાતન સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ અને પુણ્યકર્મ આરાધના માટે સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વર્ષે નવરાત્રી ની આરાધના સંપૂર્ણપણે સાત્વિક ધોરણે કરવાનું અવસર આવ્યો છે કોરોના મહામારી ના પગલે સામાજિક સલામતી અને વ્યાપક જનહિતના કારણે જાહેરમાં ભીડ વગર માતાજીની સ્તુતિ પરંપરાગત પદ્ધતિથી આરાધના કરવામાં આવશે. આ વર્ષની નવરાત્રી ઉજવણી ની દ્રષ્ટિએ અને માની આરાધના ની શ્રેષ્ઠ નવરાત્રી ગણાશે બીજા દિવસે એટલે કે બીજું નોરતું બ્રહ્મચારિણીનું પૂજન નું મહત્વ ધરાવે છે બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા મળે છે નવરાત્રિના નવ દિવસ ની માતાજીના વિવિધ સ્વરૂપોની ૯ આરાધના માં જીવનના સકલ રહસ્ય છુપાયેલા છે પ્રથમ દિવસે શૈલપુત્રીના આરાધના થકી સૌભાગ્ય પ્રાપ્તિ યોગ બીજા નોરતે બ્રહ્મચારિણીની આરાધનાનો કાર્ય સફળતા અપાવે સૌભાગ્ય હોય એટલે કાર્ય સફળતા સરળતા અને સફળતા થી મળે નવરાત્રિની નવ આરાધના તપ અને તેના ફળ મનુષ્ય જીવન કર્મ ધર્મ ના ગૂઢ રહસ્ય અને સૃષ્ટિના સૌથી શ્રેષ્ઠ માનવ અવતાર ની ફરજ નો સંદેશો આપે છે નવરાત્રી પર્વનો ઉત્સવ એ ભારતીય સંસ્કૃતિ માનવજીવનના શૌર્યભર્યા શક્તિનું પ્રતિક માનવામાં આવે છે આરોગ્ય શક્તિ અને ભક્તિનો સમન્વય નવરાત્રી શક્તિ જીવનમાં પ્રાણ શક્તિ આત્મશક્તિ ઉત્સવ છે શક્તિ વગરનું મનુષ્ય ચેતના યુક્ત હોવા છતાં નિસ્તેજ જડ જેવો છે નવરાત્રી ઉત્સવ એ માનવ જીવનમાં શક્તિ ચેતના દિવ્યતા નવ ચેતનાનું આ પર્વ ધર્મ કલા શ્રદ્ધા ઉત્સાહ આનંદ જેવી ઉચ્ચ ભાવનાઓનો સુભગ સમન્વય કરાવનારો રહેશે પ્રથમ નોરતે શૈલપુત્રી સૌભાગ્ય પ્રાપ્તિ અને બીજા નોરતે બ્રહ્મચારિણી ના પૂજનથી કાર્ય સફળતા મળે છે નવરાત્રીના નવ નોરતામાં ભક્ત માતાજીની નવેનવ સ્વરૂપની સ્તુતિ નિષ્ઠાપૂર્વક કરે તો આવનારુ વર્ષ અને શેષ જીવન અવશ્યપણે ઊર્જાસભર ચેતનાથી ભરાઈ જાય  આપણી આસ્થા સનાતન ધર્મ અને વેદ ઉપનિષદ ના સંસ્કારોનું એક અણમોલ કુદરતી ઉપહાર માનીને તેને જીવનમાં ઉજાગર કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.