Abtak Media Google News

૨૩મીએ હોમાદિક ક્રિયા, અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી બિડું હોમશે

સરકારના નિયમોનુસાર પુજારી, સેવકગણ, સાદગીપુર્ણ નવરાત્રી ઉજવશે

ભક્તિ અને શક્તિનો અનુપમ સંગમ એટલે નવરાત્રીપર્વ. ભારતીય સંસ્કૃતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભક્તિનો પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્ય સંસ્કૃતિમાં ઉપાસનાનું સ્થાન અલોકિક અને અનોખું છે. આસ્થાની ઓભતા અનેક દેવ દેવીઓની નામરૂપ ધરી કામણગર કચ્છની ધન્ય ધરા માતાના મઢ બિરાજતા દેશદેવીમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. જે ૧૯મી સદીનું ભવ્ય તીર્થ ધામ છે. જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. શકિત સહાર અને કલ્યાણકારી છે. માં આશાપુરાનું સ્વરૂપ અજોડ, અનોખું અલોકિક છે. જયા આસો નવરાત્રી તા.૧૬-૧૦-૨૦ શુક્રવાર ભાદર વદ અમાસ રાત્રે ૯:૩૦ કલાકે ઘટસ્થાપન થશે. આસો સુદ-૧ તા.૧૭-૧૦-૨૦ શનિવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા.૨૩-૧૦ સુદ-૭ શુક્રવાર રાત્રે ૧૦ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિવિધ શરૂ થશે. હવનવિવિધ ગોર મહારાજ યજ્ઞ આચાર્ય દેવકૃષ્ણ મુલશંકર વાસુ સમગ્ર પુજાવિધિ, શ્રલોક શ્રુતિ પાઠ દ્વારા થશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડું હોમવાનો સમય રાત્રી ૧:૩૦ કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજી બીડું હોમશે. આસો સુદ આઠમ તા.૨૪-૧૦ શનિવાર કચ્છ રાજપરિવાર વિદિવિધાન રાજપરિવાર દ્વારા રાજવી કચ્છ મહારાવ પ્રાગમલજી (ત્રીજા)માં આશાપુરા માતાજીને જાતર (પત્રી)ચડાવશે. સમગ્ર વાતાવરણ ભક્તિભય બની જશે. માં આશાપુરાના ગુણગાન ગવાશે. આ સમયેમાં આશાપુરા દ્વારા કુલ સ્વરૂપે રાજવી પરિવારને જાતર (પત્ર)નો પ્રસાદ આપે છે. આ રીતે કલયુગમાં પણ ચમત્કાર ગણાય છે. જેને પત્રીનો પ્રસાદ કહેવાય છે.

નવરાત્રીમાં તા.૧૩-૧૦-૨૦થી તા.૨૫-૧૦-૨૦ સુધી દર્શનાર્થીઓ માટે માતા-મઢમાં આશાપુરા મંદિર બંધ મંદિર રહેશે. ટ્રસ્ટીગણ અને સરકારની સુચના અન્વયે દર્શન બંધ રહેશે. હાલ તા.૧૨-૧૦-૨૦ સુધી ભાવિજનો માટે દર્શન સમય સવારે ૫થી બપોરે ૧ તથા બોપરે ૩થી રાત્રીના ૯ સુધી દર્શન કરવા મળશે. દરેક ભાવિકોજનો સરકારના સુચના મુજબ માતાના મઢ ટ્રસ્ટીઓ દ્વારા નિયમોનું પાલ કરવાનું. ભાવિકોએ માસ્ક, રૂમાલ, થર્મલ ટેસ્ટીંગ, સેનેટાઇઝર તેમજ સોશિયલ ડીસ્ટનસ જાણવવાનું રહેશે. ત્યાર બાદ મંદિરમાં પ્રવેશ દેવા આવશે. કોઇપણ જગ્યાએ અડવાની સખત મનાઇ છે. તા.૧૨-૧૦ સોમવારથી સુધી દર્શનાર્થીઓ નિયમોનું પાલ કરવાનું રહેશે. તા.૧૩-૧૦-૨૦ મંગળવાર થી તા.૨૫-૧૦-૨૦ રવિવાર સુધી દર્શન માટે સરકારની સુચના નિયમોનુસાર બંધ રહેશે. આસો નવરાત્રી સરકારની ગાઇડલાઇન તેમજ નિયમ મુજબ સદગી પૂર્વક નવરાત્રી મુખ્ય પુજારી તેમજ સેવકગણ, બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોગત વિવિધ વિધાનમાં આશાપુરાના નોરતા ઉજવવામાં આવશે. ઇતિહાસમાં સૌપ્રથમ આ સમયે આ પ્રથમ ઘટના છે કે નવરાત્રી કોરાના કાળને લીધે સાદગી પૂર્વક યોજાશે. રાજા બાવા યોગેન્દ્રસિંહજીમાં આશાપુરાને વંદન પૂર્ણ પ્રાર્થના કરશે. દરેક દેશવાસીની કોરોના રૂપી રોગથી દરેકની રક્ષા કરજો વહેલી તકે આ ભંગકર રોગથીએ લોકો દેશવાસીઓને મુક્તિ મળે તેવી વંદન પૂર્ણ પ્રાર્થના કરશે. ભાવિકજનોને વિનંતી કે નવરાત્રી દરમ્યાન માતાના-મઢ (WWW. MATANAMADH. ORG) વેબસાઇટના માધ્યમથી લાઇવ પ્રસારણ થશે. તેમ વિનોદભાઇ પોપટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.