Abtak Media Google News

વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં નવકાર મહામંત્ર રહસ્ય શિબિર યોજાઇ.

વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં નવકાર મહામંત્ર રહસ્ય શિબિર પ્રવચનમાં શ્રીમદ્દ આનંદધનજીના જીવન કવને જેમનું જીવન બદલાયું એવા બંગાળના બ્રાહ્મણ અને પ્રખર ગાયક કુમાર ચેટરજી જૈન ધર્મને સમર્પિત છે. ત્રણેક દાયકાથી ચુસ્ત શાકાહારી અને કંદમૂળના ત્યાગી તેમજ રોજ ચોવિહાર કરનારાઓ નાદ ગજાવી રહ્યા છે. નવકાર મહામંત્ર જીવનમાં ઉતારતા વિશ્ર્વ શાંતિ સંભવી શકે છે. તેવું માનનારા ચેટરજી તા. ૧ થી ૭ નવેમ્બર સુધી કેનેડાના ટોરેન્ટોમાં યોજાનારી સાતમી વિશ્ર્વ ધર્મ સંસદમાં ભારતના પ્રતિનિધિરુપે હાજરી આપશે. આવા કુમાર ચેટરજીનું કિશોરભાઇ સંઘવીએ સન્માન કરેલ.

પૂ. ધીરગુરુદેવે જણાવેલ કે નવકાર મંત્ર માત્ર જૈનોનો નથી. ગમે તે બોલી શકે છે. માટે મંત્રાધિરાજ કહેવાય છે. ભાવ અને ભકિતથી રટણ, સ્મરણ અને વારંવાર સ્મૃતિ થાય તો ભકત ભગવાન બની શકે છે. માળાનો લાભ વર્ષાબેન અનિલભાઇ શેઠએ લીધેલ. ગ્રામ્ય વિસ્તારના ઉપાશ્રય નામકરણનો મુખ્ય દાતા તરીકે અમિતાબેન જગદીશભાઇ ઝોંસાએ ધર્મ સંગીનીના જન્મદિનની ખુશાલીમાં શય્યાદાનનો લાભ લીધેલ. આધર્મી ભકિતનો લાભ લીલાબા ગાઠાણી અને વિજયાબા અજમેરાએ લીધેલ. સમુહ વર્ષીતપ પારણા મહોત્સવ મુંબઇની અનુમોદના યોજનામાં દાતાઓ ઉલ્લાસ ભાવે જોડાયા હતા.

રવિવારે સાધના કક્ષાની અનાવરણ વિધિ

વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ચાતુર્માસ નિશ્રા પ્રદાતા પૂ. ધીરગુરુ દેવની નિશ્રામાં તા.૩૦ ને રવિવારે સવારે ૯.૩૦ થી ૧૧ કલાકે નૂતની કરણ પ્રાપ્ત ગુણવંતભાઇ બાબુલાલ ભાયાણી પ્રેરિત વિરામ વાટિકા તેમજ મંગલાબેન કુબેરભાઇ તેજાણી, ચેતનાબેન વિજયભાઇ શાહ પ્રેરિત જ્ઞાનાલયમ અને હસમુખભાઇ ટીંબડીયા પ્રેરિત સુધર્મ સોપાન સીડી અને મેવાડ જૈન સંઘ ઋષભ મહિલા મંડળ પ્રેરિત સાધના કક્ષ ની અનાવરણ વિધિ અને મુંબઇ વિભાગના વર્ષીતમ આરાધકોના અતરપારણા ઓળખ પત્ર એનાયત વિધિ તેમજ ભંવરલાલજી લોઢા પ્રેરિત સંઘ જમણ યોજાશે. રાત્રિ જાગરણમાં મોરબી સંધે સંવાદ તેમજ સરલાબેન ધ્રુવે દેવાનંદાનું નાટક કરેલ. વિનુભાઇ ઉદાણીનું સન્માન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.