Abtak Media Google News

પુલવામા હુમલા બાદ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો છે. સિદ્ધુને જાણીતા કોમેડી ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’ માંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચેનલે આ મામલે પ્રોડક્શન હાઉસ સાથે વાતચીત કરી હતી. ચેનલ ઈચ્છતી હતી કે, સિદ્ધુને તત્કાળ આ શોથી હટી જાય.

શોમાં નવજોત સિંહ સિદ્ધુની અર્ચના પૂરણ સિંહને સિદ્ધુના સ્થાને શામેલ કરવામાં આવી શકે છે. અર્ચનાએ કહ્યું હતું કે, મેં કપિલ શર્મા શોમાં સ્પેશિયલ અપિયરેંશ તરીકે 2 એપિશોડ શૂટ કર્યા છે.

જ્યારે દેશમાં વેલેન્ટાઈન ડે પર પ્રેમના સંદેશાઓ મોકલવામાં આવી રહ્યાં હતાં ત્યારે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં એક આતંકીએ લોહીયાળો હોળી ખેલી હતી. જેમાં ભારત માતાના 40 જવાનો શહીદ થયા હતાં. આ ઘટના બાદ દેશ આખો શોકની લાગણીઓમાં ગરકાવ હતો. આતંકવાદના પોશક અને ભારતને અનેકવાર લોહીએ લુહાણ કરનારા પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની દેશભરમાંથી માંગણી ઉઠી રહી છે. પરંતુ આ દુખની પળે પણ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધએ એક એવું નિવેદન કર્યું છે જે ઉંડા ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે.

સિદ્ધુના આ નિવેદન બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિદ્ધૂને કપિલ શર્મના ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માંથી હાંકી કાઢવાની માંગણી ઉઠી રહી છે. એટલું જ નહીં આ માંગણી એટલી આક્રમક બની છે કે, જો સિદ્ધુને હાંકી કાઢવામાં ના આવે તો આ શો નો જ બોયકોટ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર કપિલ શર્માના શોમાંથી સિદ્ધૂને હાંકી કાઢવાની માંગણી તો કરવામાં જ આવી સાથો સાથે અનેક પોસ્ટ અને અનેક પ્રકારની કોમેન્ટો પણ કરવામાં આવી રહી છે. લોકોએ સિદ્ધુને હાંકી કાઢવા માટે સોની એન્ટરટેન્મેન્ટને પણ અપીલ કરી છે. આ માંગણીને લઈને લોકો એટલા તો સક્રિય થયા છે કે બોતકોટ કપિલ શર્મા શો ટ્વિટર પર ટ્રેંડ પણ કરવા લાગ્યો છે.

CRPFના જવાનો પરના ભયાનક હુમલા બાદ સિદ્ધુએ જણાવ્યું હતું કે, આ ખુબ જ દુખદ ઘટના છે. જે લોકોએ તેને અંજામ આપ્યો છે, તેમણે કાયરતાનો પરિચય આપ્યો છે. પણ વાતચીત દ્વારા જ સમસ્યાનું સ્થાઈ સમાધાન કાઢવું જોઈએ. સિદ્ધુએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, આપણે સંયમથી કામ લેવું જોઈએ. ભારતે પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા જ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.