Abtak Media Google News

રિઝર્વ બેન્કે વિવિધ રેપો દ્વારા બજારમાં એક લાખ કરોડ રૂપિયાની તરલતા ઉમેરવાનો નિર્ણય કર્યો હતો

RBI દ્વારા ટૂંકા ગાળા માટે પ્રસ્તાવિત ભંડોળ ઉમેરાના લીધે ડેટ બજારમાં નવચેતન આવ્યું છે અને તેનાથી દર થોડા હળવા થઈ શકે છે. તેના લીધે ટોપ રેટેડ કંપનીઓ જેવી કે પાવર ફાઇનાન્સ કંપની, IRFC, નાબાર્ડ, નેશનલ હાઉસિંગ બેન્ક બજારમાં બોન્ડનું વેચાણ કરીને ભંડોળ એકત્રિત કરી શકે છે.

આમ રિઝર્વ બેન્કે વિવિધ રેપો દ્વારા બજારમાં એક લાખ કરોડ રૂપિયાની તરલતા ઉમેરવાનો નિર્ણય કર્યાને સપ્તાહ પણ માંડ વીત્યું છે ત્યારે RBIએ નાણાકીય વર્ષના અંતે દર વખતે જોવા મળતી રોકડ કટોકટી ટાળવા માટે આ પગલું લીધું છે.

રિઝર્વ બેન્ક દ્વારા ટૂંકા ગાળા માટે તરલતામાં ઉમેરો કરવાના લીધે બજારમાં વિશ્વાસ વધ્યો છે અને તેના લીધે ડેટ ડીલ જોવા મળી શકે છે, તેમ એક્સિસ બેન્કના ટ્રેઝરી હેડ શશિકાંત રાઠીએ જણાવ્યું હતું. ટૂંકા ગાળાના દર હળવા થયા છે જ્યારે લાંબા ગાળાના દર હજી પણ નાણાકીય વર્ષના અંત પૂર્વે અંકુશ હેઠળ છે જેના લીધે સામાન્ય રીતે સિસ્ટમમાં રોકડની અછત સર્જાતી હોય છે.

તેમણે જણાવ્યું હતું કે, અમને વધુ ને વધુ આવા રેગ્યુલેટરી પગલાં જોવા મળી શકે છે, જેના લીધે ઋણ લેનારાઓનો ડેટ માર્કેટમાં વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત થશે. ધિરાણખર્ચ ૧૦થી ૧૫ બેસિસ પોઇન્ટ વધ્યો છે. બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ સોમવારે લગભગ ૧૫ બેસિસ પોઇન્ટ વધી ૭.૬૩ ટકા થઈ હતી.

એડલવાઇસના ફાઇનાન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અજય માંગલૂણિયાએ જણાવ્યું હતું કે, કંપનીઓ બોન્ડ બજારમાં પરત ફરી છે. નીચા ઋણ ખર્ચના લીધે યીલ્ડ્સમાં સુધારાના સંકેતો મળ્યા છે. આ સિવાય ઋણ લેતાં અચકાતા ઋણધારકો પણ હવે નવા બોન્ડ-સેલ અંગે પૂછપરછ કરી રહ્યા છે. એમ તેમણે જણાવ્યું હતું.

આ ટ્રેન્ડનો ફાયદો ઉઠાવતા હુડકો, IRFC, NHB, PFCએ ૬થી નવ માર્ચની વચ્ચે રૂ. ૧૩૦૦૦ કરોડથી વધુ રકમ એકત્રિત કરી હતી, તેમ રિઝર્વ બેન્કના આંકડા દર્શાવે છે.

ઋણ લેનારાઓને હવે અપેક્ષિત સ્તર જોવા મળે છે અને સારી માંગ જોવા મળે છે, ખાસ કરીને ટૂંકા ગાળાના ઋણમાં આવું વધારે જોવા મળી રહ્યુ છે. એમ ICICI સિક્યોરિટીઝ પ્રાઇમરી ડીલર્સના ડેટ કેપિટલ માર્કેટ્સના હેડ શમીક રેએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્કની દરમિયાનગીરીના લીધે ટૂંકા ગાળાના અંતે યીલ્ડ અંકુશમાં રહેવામાં મદદ મળશે, જ્યારે લાંબા ગાળે ફુગાવામાં અપેક્ષિત ઘટાડાનો તેને ફાયદો મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.