Abtak Media Google News

આજે ઓસમાણ મીર પોતાના અવાજનો જાદુ પારશે: બહેનો માટે ડેકોરેટીવ આરતી-ગરબા અને જેન્ટસ માટે બેસ્ટ કોટીની સ્પર્ધાનું આયોજન

માં આદ્યાશક્તિની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસઓના પૂર્ણ સહયોગ દ્વારા તા.૧૮ ઓક્ટોબર  જૈનમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, બીજા નોરતે મહેમાનોમાં અમીતભાઈ દોશી (સીઈઓ – દિવ્ય ભાસ્કર), વિક્રમસિંહ જાડેજા (રાજકોટ – દિવ્યભાસ્કર), જયેશભાઈ શાહ (સોનમ કલોક-મોરબી), ભાવેશભાઈ છત્રા(મેનેજીંગ ડીરેકટર – મોમાઈ આસ્ક્રીમ), મુખરજી સાહેબ (જી.એમ. મોમાઈ આઈસ્ક્રીમ), ડી.વી. મહેતા  (જીનીયસ સ્કુલ-ગારડી વિદ્યાપીઠ), ચીરાગભાઈ સીયાણી ( ખજાનચી : શ્રી ખોડલધામ ટ્રસ્ટ) ઉપસ્થિત રહયા હતા.Dsc 0067

ગઈકાલે માં જગદંબાની આરતીમાં લેઉવા પટેલ સમાજનાં આગેવાન પધારી આરતીનો લાભ લીધેલ હતો. આજે સાંજે આરતીનો લાભ રઘુવંશી સમાજનાં આગેવાનો લેશે. આજરાત્રે જૈનમ નવરાત્રી મહોત્સવમાં ગુજરાત ગૌરવ ઓસમાણ મીર પોતાની દ્વારા જૈનમ્નાં ખેલૈયાઓને ડોલવશે. સાથે સાથે મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, પરાગી પારેખ, વિશાલ પંચાલ અને પ્રિતી ભટ્ટ પણ પોતાની ગાયીકી રજુ કરશે. બીજા નોરતે બ્લેક ડે ટીમની ઉજવણી કરવામાં આવેલ જેમાં તમામ ખેલૈયાઓએ બ્લેક ડ્રેસ અને બ્લેક ગોગલ્સ પહેરી એક અનોખો માહોલ ઉભો કરેલ હતો. આજે બહેનો માટે ડેકોરેટીવ આરતીની થાળી અને ગરબા જ્યારે ભાઈઓ માટે બેસ્ટ કોટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

બીજા નોરતે મેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબરે ગાંધી રક્ષીત, બીજા નંબરે દેસાઈ આયુષ,ત્રિજા નંબરે દોશી કરણ, જ્યારે મેલ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે શેઠ ધાર્મિક, બીજા નંબરે પારેખ ભાવિક, ત્રિજા નંબર મહેતા મીતને વિજેતા જાહેર કરેલ, ફીમેલ પ્રીન્સેસ તરીકે ફીમેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબરે કોઠારી મીશીતા, બીજા નંબર કોઠારી માનસી, ત્રિજા નંબરે દેશાઈ જલ્પા અને ફીમેલ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે શાહ જીલ, બિજા નંબરે પારેખ હેમાલી અને ત્રિજા નંબર ધ્રુવા કોઠારીને વિજેતા જાહેર કરેલ.

બીજા કેટેગરીમાં મેલ કીડ્સ પ્રીન્સમાં પ્રથમ નંબરે ઝાટકીયા દર્શિત, બિજા નંબરે ઝાટકીયા પ્રશીલ, ત્રિજા નંબરે મોદી આયુષ તથા મેલ કીડ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે શાહ આયુષ, બિજા નંબરે કેવલ મહેતા અને ત્રિજા નંબરે દેવ ગોડાને વિજેતા જાહેર કરેલ, જ્યારે ફીમેલ કીડ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે તેજાણી ખુશી, બિજા નંબરે દેશાઈ કાવ્યા, ત્રિજા નંબરે શેઠ ધ્વની આ ઉપરાંત ફીમેલ કીડ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે હેત્વી દોશી, બિજા નંબરે શેઠ ક્રિષ્ના, ત્રિજા નંબરે હીર શાહને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.

ત્રીજી કેટેગરી એટલે કે ૪૦ થી વધુ ઉંમરનાં ખેલૈયાઓ માટે જેન્ટસમાં હીમાંશુ ઝાટકીયા, કેતન પારેખ તથા લેડીઝમાં મનીષા દોશી અને મમતા દોશીને વિજેતા જાહેર કરેલ હતા.  બિજા નોરતે જીતુભાઈ મારવાડી, અજીતભાઈ મારવાડી, એડોર્ન વોચ, એ.પી. ઓર્નામેન્ટ, મહાવીર ઈમીટેશન, રીકોન કલોક, નીધીબેન ચોવટીયા દ્વારા વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. બીજા નોરતે જજ તરીકે જીજ્ઞેશ પાઠક, મીસ્ટર એન્ડ મીસીસ જયેશ સોનછત્રા,  ભાવના બગડાઈ, ઉષા વોરા,  બોસ્કી નવાણી, અમી કારીયાએ ઉત્કૃષ્ટ સેવા આપેલ હતી.

દિકરા-દિકરીઓને ખૂબ જ સારૂ વાતાવરણ મળ્યું: ભાવેશભાઈ Dsc 0080

ભાવેશભાઈ ખત્રાએ જણાવ્યું હતું કે, ખૂબજ સારૂ આયોજન છે કે દિકરા-દિકરીઓને જે આ વાતાવરણ સારું મળે અને રાસ-ગરબાની જે રમઝટ માગે છે અને નવરાત્રીના ખૂબ સારો પર્વ ઉજવે છે. એના માટે ખૂબ જ સારૂ છે.

જૈનમ ગ્રુપને ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ: ડી.વી.મહેતાDsc 0079

ડી.વી.મહેતાએ કહ્યું હતું કે, ખૂબ જ સરસ આયોજન અતિ ઉત્તમ જેને કહી શકાય એવું હું જે વ્યવસ્થા જોઈ રહ્યો છું, જે ટીમ વર્ક જોઈ રહ્યો છું, જે ચોકસાઈ જોઈ રહ્યો છું, જે ખેલૈયાનો ઉત્સાહ જોઈ રહ્યો છું એટલા માટે જૈનમ ગ્રુપને ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ ખૂબ જ સારી વ્યવસ્થા, ખૂબજ સારું ઓર્ગેનાઈઝેશન, ખૂબ જ સારૂ ઓર્કેસ્ટ્રા, ખૂબજ સારા ખેલૈયાઓ એટલે ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ આપુ છું.

નવરાત્રિ મહોત્સવના સુંદર આયોજન બદલ જૈનમ ગ્રુપને શુભેચ્છા: આશિષભાઈ દોશીDsc 0075

દિવ્ય ભાસ્કરના સીઈઓ અને જૈન અગ્રણી આશિષભાઈ દોશીએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો જૈનમ પરિવારને ખુબ-ખુબ શુભેચ્છા કે આટલી સરસ રીતે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે. દરેક ખેલૈયાઓને રમવાનો ઘણો ઉલ્લાસ છે. ઘણી સારી રીતે અહીં ગરબો રમાઈ રહ્યો છે.

જૈનમ એક બ્રાન્ડ બની ગયું: પ્રણવભાઈDsc 0124

પ્રણવભાઈએ કહ્યું હતું કે, આ સતત ૩જા વર્ષે આવું આયોજન કરવામાં આવેલું છે જે માટે કાંઈ શબ્દ છે જ નહીં મારી પાસે તમે જ જોઈ શકો છો કે આ જે સતત ૩જા વર્ષે એકપણ વર્ષમાં અવ્યવસ્થા નથી. બધુ જ વ્યવસ્થિત રીતે અને સરસ રીતે ગોઠવાયેલું છે જે ટીમવર્કને આભારી છે. જૈનમ માટે હવે વધારે કાંઈ કહેવાની જરૂર જ નથી કારણ કે લોકોને ખબર જે જૈનમ એક બ્રાન્ડ બની ગઈ છે.

જૈનમ ગ્રુપ જૈનોને એક સૂત્રે બાંધી રહ્યું છે: જયેશભાઈ શાહDsc 0077

જૈનમ્ ગ્રુપના આમંત્રણને માન આપીને ખાસ પધારેલા મોરબીની જાણીતી સોનમ કલોક લીમીટેડના સીએમડી અને સીઈઓ જયેશભાઈ શાહે ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, જૈનમ ગ્રુપનું આ ત્રીજુ વર્ષ છે. જૈનમે જે તમામ જૈનોને એક જ જગ્યાએ સાથે રાખીને આ જે દાંડીયા રાસ સહિતના પ્રોગ્રામો કરે છે તે ખૂબ જ સારી વાત છે. દિવસો દિવસ જૈનમ પ્રગતિ કરે તેવી સોનલ કલોક લીમીટેડ અને સોનમ્ ગ્રુપ વતી ખૂબ ખૂબ શુભેચ્છા જેમ બે વર્ષમાં જૈનમે બહુ સારા પ્રોગ્રામો આપેલા છે તેવી જ રીતે નવરાત્રિ અને આગળના સમયમાં જૈનો માટે આપે અને ઉત્તરોતર રાજકોટમાં બધા જ જૈનો એક સાથે થઈને અને જૈનોની પ્રગતિ થાય તેવી જૈનમ ગ્રુપની અને તેની ટીમને શુભેચ્છા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.