Abtak Media Google News

અબતક’ રજવાડી રાસ મહોત્સવમાં બીજા નોરતે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી બન્યા મોંઘેરા મહેમાન

વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ અને વિશ્ર્વભરમાં ગુજરાતની આગવી ઓળખ એવી નવરાત્રી પર્વના બીજા દિવસે શુક્રવારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવના મોંઘેરા મહેમાન બન્યા હતા. તેઓએ ર્માં જગદંબાની મહાઆરતીનો લાભ લીધો હતો અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.

‘અબતક’ રજવાડી રાસ મહોત્સવના મોંઘેરા મહેમાન બનેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાઆરતીનો લાભ લીધા બાદ ખેલૈયાઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, સર્વેને નવરાત્રી મહોત્સવની શુભકામના પાઠવું છું. સુંદર આયોજન માટે અબતક અને રજવાડી ગ્રુપને અભિનંદન, નવરાત્રીના ગરબા અને ઉત્તરાયણનો પતંગોત્સવ ગુજરાતની ઓળખ બની ગઈ છે. આ તહેવારોને ગુજરાત વાયબ્રન્ટ તરીકે ઉજવે છે એટલે આપની નવરાત્રી વિશ્ર્વભરમાં વખણાઈ રહી છે. નવરાત્રી સત્યની આરાધના કરવાનું પ્રતિક છે. માતાજીની આરાધનાનું પ્રતિક છે, નારી શકિતનું ગૌરવ છે. જયાં નારી પૂજાય છે ત્યાં સુખ-સમૃદ્ધિ આપોઆપ આપતા હોય છે. નવરાત્રીના ૯ દિવસ ખુબ જ રમુક માતાજીના ગરબા ગાવો અને ગુજરાતને વધુ શકિતશાળી બનાવો. નવરાત્રી પર્વનું મહાત્મય સમજાવતા તેઓએ ઉમેર્યું હતું કે, આ પર્વે નારી શકિત અને ગૌરવનું ગુણગાનનું પણ છે. સ્ત્રી શકિત હવે અબળા નહી સર્વશકિતમાન બની ગઈ છે. નવરાત્રી અને દશેરાના તહેવારમાં આસુરી શકિત પર દેવી શકિતનો વિજય થાય અને સૌનો સાથ અને સૌનો વિકાસ થાય તેવી અભ્યર્થના વ્યકત કરી હતી. ખેલૈયાઓનો ઉત્સાહ વધારતા મુખ્યમંત્રીએ ઉમેયુર્ં હતું કે, તમામના ચહેરાઓ પર સુરોના તાલે અને ઢોલના ધબકારે ગરબે રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવકારતા અને આભાર માનતા ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ખૂબ જ ટુંકાગાળામાં આમંત્રણ પાઠવ્યું હોવા છતાં અમારી લાગણી અને આમંત્રણને માન આપી ખુબ જ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં રાસ મહોત્સવમાં પધારવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માનુ છું. તાજેતરમાં દુબઈના પ્રવાસે ગયો હતો જયાં સરકાર દ્વારા હાલ ૨૦૨૦ના વિઝનને ધ્યાનમાં રાખી કામ કરવામાં આવે છે. આજથી એક વર્ષ પહેલા જયારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતા‚ઢ થયા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, મારે ટવેન્ટી-૨૦ મેચમાં બેટસમેનો જેવી રીતે બેટીંગ કરે તેવી રીતે કામ કરવાનું છે અને વિજયભાઈ એ જ રીતે કામ કરી રહ્યા છે. ૨૦૧૬ની સાલમાં જ વિજયભાઈએ બતાવી દીધું છે કે ૨૦૨૦માં ગુજરાત કેવું હશે જે એક સરાહનીય વાત કહી શકાય. રાજકોટમાં શિક્ષણ, મેડિકલ, જમીનના પ્રશ્ર્નો, સુચિત સોસાયટીના પ્રશ્ર્નો તેઓએ પોતાની આગવી કોઠાશુઝ અને અંગત રસ લઈને ઉકેલ્યા છે.

રજવાડી ગ્રુપના વિશાલભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ‘અબતક રજવાડી’ રાસ મહોત્સવ પધારતા હું ખુબ જ ખુશ છું. ૨૦૧૨માં રાસોત્સવની શ‚આત કરી હતી. આજે ૬ વર્ષમાં સફળતાના શિખરો સર કરી રહ્યા છે. વડિલોના આશીર્વાદ અને માર્ગદર્શનના કારણે નાની ઉંમરમાં જ અનેક સામાજીક કાર્ય કરવાની પ્રેરણા મળી છે. રાસોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહે તેવી ઈચ્છા હતી પરંતુ વ્યસ્ત કાર્યક્રમના કારણે આવુ શકય બને તેવું લાગતું ન હતું. ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતાએ અંગત રસ લેતા આજે વિજયભાઈ રૂપાણી રાસોત્સવમાં અમારા મોંઘેરા મહેમાન બન્યા છે. તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.

બીજા નોરતે ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવના ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ તથા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નિતીનભાઈ ભારદ્વાજ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, પાટડી ઉદાશી આશ્રમના મયુરબાપુ, જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, જોઈન્ટ પોલીસ કમિશનર દિપક ભટ્ટ, એસીપી હર્ષદ મહેતા, તાલુકા પીઆઈ વણઝારા, ડીસીપી કરણરાજ વાઘેલા સહિતના મહાનુભાવો મોંઘેરા મહેમાન બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.