Abtak Media Google News

માતાજીનું ભવ્ય સામૈયું, થાંભલી રોપણ, થાંભલી વધાવવાના કાર્યક્રમમાં હજારો ભકતો જોડાયા; મહાપ્રસાદની લોકોએ મોજ માણી

Vlcsnap 2019 04 20 11H36M52S142

શહેરના મોરબી રોડ, જકાતનાકા પાસે આવેલા ખોડિયાર માતાજીનાં મંદિર ખાતે છેલ્લા ૧૪ વર્ષથી માતાજીના રૂડા નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ ખોડિયાર માતાજીના રૂ.ડા નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સવારથી જ થાંભલી રોપવાનું મુહુર્ત ત્યારબાદ માતાજીનું સામૈયું અને થાંભલી વધાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.સાંજના સમયે માતાજીના રૂડા માંડવા નિમિતે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં હજારોની સંખ્યામાં ભકતજનોએ મહાપ્રસાદનો લાહવો ઉઠાવ્યો હતો. ઉપરાંત ભવ્ય ડાયરામાં પણ ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા ૧૪ વર્ષથી માતાજીનો નવરંગો માંડવો કરીએ છીએ: રણછોડભાઈ લીંબાસીયાVlcsnap 2019 04 20 11H36M43S55

અબતક સાથેની વાતચીત દરમિયાન રણછોડભાઈ લીંબાસીયાએ જણાવ્યું હતુ કે અમે છેલ્લા ૧૪ વર્ષથી માતાજીના માંડવાનું આયોજન કરીએ છીએ. આજે સવારે માતાજીનું થાંભલી રોપણ, માતાજીનું સામૈયું તથા થાંભલીને શુભમુહૂર્ત વધાવવામાં આવી હતી. તથા સાંજે મહાપ્રસાદીનુહ પણ આયોજન કરી છીએ જેમાં બહોળી સંખ્યામાં લોકો મહાપ્રસાદી ગ્રહણ કરે છે.

૫૦ હજારથી વધુ માઈભકતો મહાપ્રસાદનો લાભ લ્યે છે:ઉદયભાઈ ટોળીયાVlcsnap 2019 04 22 13H30M45S242

અબતક સાથેની વાતચીત દરમિયાન ઉદયભાઈ ટોળીયાએ જણાવ્યું હતુ કે અમે ઘણા વર્ષોથી માતાજીનો માંડવો કરીએ છીએ ત્યારે ખોડીયાર માતાજીના સવારે સામૈયા, થાંભલી રોપણ માતાજીનો માંડવો કરવામાં આવ્યો છે. માંડવામાં પચાસ હજારથી વધુ ભાવી ભકતો મહાપ્રસાદીનો લ્હાવો લે છે. અમને આજુબાજુનાં વિસ્તારનાં લોકોનો પૂરેપૂરો સહકાર સહયોગ મળે છે. ૧૪ વર્ષથી લગાતાર આજ રીતે ઉત્સાહ પૂર્વક માંડવાનું આયોજન થાય છે. અમે માંડવાની ૧૫ થી ૨૦ દિવસ અગાઉ તૈયારીઓ કરીએ છીએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.