Abtak Media Google News

વોકહાર્ડ હોસ્૫િટલના ઓબ્સ્ટેટીશ્યન અને ગાયનેકોલોજીસ્ટ ડો. જીજ્ઞા ગણાત્રાએ ગર્ભવતી સ્ત્રીઓ માટે આપ્યા મહત્વના સુચનો

ગર્ભાવસ્થા અને વર્ષાઋતુ એ બંને જીવનના સુંદર અનુભવો છે. ગર્ભવતી સ્ત્રીઓના શરીરમાં થતા હોર્મોન્સના ફેરફારોને કારણે તેઓ ગર્ભાવસ્થા દરમ્યાન વધુ લાગણીવશ થઇ જાય છે. એમાં પણ ઘણી સ્ત્રીઓને વર્ષાઋતુ દરમ્યાન વધુ તકલીફ પડતી હોય છે.

વોકહાર્ટ હોસ્૫િટલના ઓબ્સ્ટ્રેટીશ્યલ અને ગાયનેકોલોજીસ્ટ ડો. જીજ્ઞા ગણાત્રા દ્વારા વર્ષાઋતુમાં ગર્ભવતી સ્ત્રીઓએ શું ઘ્યાન રાખવું જોઇએ તે અંગે કેટલાક સુચનો આપેલા છે.

વર્ષાઋતુ દરમ્યાન લીમડાના પાનથી ન્હાવુ જોઇએ.લીમડાના પાનને ર૦ મીનીટ સુધી ઉકાળીને તેને નહાવાના પાણીમાં નાખવા લીમડાના પાનવાળા પાણીથી નહાવાથી બેકટેરીયા અને અન્ય જીવાણુઓનો નાશ થાય છે. આપણા બાથ‚મને જંતુનાશકોથી સાફ રાખવું જોઇએ. ગર્ભવતિ સ્ત્રીઓએ બાથ‚મમાં પગ લપસવાથી પડી ન જવાય તેનું ઘ્યાન રાખવું જોઇએ.

વરસતા વરસાદમાંથી ઘેર આવીએ ત્યારે અનેજમતા પહેલા હાથ ઘોવા જોઇએ. તેનાથી વાઇરસને કાણરે થતાં રોગો અને આંખમાં થતું ઇન્ફેકશન રોકી શકાય છે. જયારે કામ પર હોઇએ કે ઘરની બહાર હોઇએ ત્યારે ભીના ટીશ્યુ વાઇપસ પણ વાપરી શકાય.

પરસેવો અને ભેજની અસર ન થાય તે માટે વર્ષાઋતુ દરમ્યાન ખુલતા અને કોટનના કપડા પહેરવા જોઇએ. સીત્થેટીક મટીરીયલના કપડામાં ગરમી અને પરસેવો એકત્ર થાય છે. તેથી ખંજવાળ, એલર્જી અને ચામડીની લાલાશ જેવા રોગ થાય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન મળતો ખોરાક હિતાવહ હોતો નથી. વર્ષાઋતુમાં તો ખાસ નહી જંકફુડ ખાઇને બીમાર પડવાનું જોખમ લેવું જોઇએ નહીં.

ગર્ભવતી મહીલાઓએ હંમેશા ખુબ પાણી પીવાની ટીવ રાખવી જોઇએ. જેને કારણે ઉબ્કા, માથાનો દુખાવો, થાક વિગેરે દુર થાય છે. પણ પીવાનું પાણી ઉકાળેલું અથવા શુઘ્ધ હોવું જોઇએ લીબું શરબત અથવા નાળીયેરનું પાણી પણ પી શકાય

રબ્બરના સ્લીપર પહેરીને અથવા ઉઘાડા પગે ચાલવું ન જોઇએ. રબ્બરના સ્લીપરમાં લપસવાની શકયતા રહેલી છે. અને ખુલ્લા પગમાં ગંદા પાણીને કારણે ઇન્ફેકશન થવાની શકયતા રહેલી છે. વરસતા વરસાદમાં ચાલ્યા હોઇએ તો ઘરે આવીને પગ ખાસ સાફ કરવા જોઇએ.

વરસતા વરસાદમાં જો પલળીએ તો પછી શરીર બરાબર લુછી અને સુકા કપડા પહેરી લેવા જોઇએ. ભીના કપડાને કારણે ફંગલ ઇન્ફેકશન થવાની શકયતા રહેલી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.