ઉબકા, હાડકાનો દુ:ખાવો કે ડિપ્રેશન કોરોનાને નોતરી શકે છે!!!

વિટામીન-ડીની ઉણપથી કોરોનાનું જોખમ વધતું હોવાનું તારણ

જીવલેણ કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલનાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે વિટામીન ડીના ઓછા પ્રમાણ, લોહીમાં હોવુ એ કોવિડ ૧૯નો ચેપની વધારવાની શકયતાનો વધારવાનું મુખ્ય પરિબળ બની શકે છે. વિટામી ડી ચામડીમાં ઉત્પન્ન થતુ અંત:સ્ત્રાવ છે. જેનું સર્જન સૂર્યપ્રકાશથી થાય છે અને વિટામીન ડી કેલ્શીયમનું પ્રમાણનું નિયમન અને શરીરમાં ફોસ્ફેટ ઉત્પન્ન કરે છે. જે હાડકા, દાંત અને સ્નયુને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે.

અભ્યાસનાં તારણ સાથે લેખકે લખ્યું છેકે વિશ્ર્વની વર્તમાન પરિસ્થિતિમાં અને મળેલા આંકડશઓમાં કોરોનાવાયરસનું સંક્રમણ અને દવાખાનામાં દાખલ દર્દીઓમાં વિટામીન ડીનું સ્તર નીચું જોવા મળ્યું છે. વિટામીન ડીની ઉણપ ભી કરતી જીવનશૈલી કોરોનાના ચેપ માટે કારણભૂત બનતી હોવાનું સ્પષ્ટ પણે સામે આવ્યું છે. હેલ્થ જનલમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલમાં જણાવાયું છે કે અભ્યાસમાં ૭૮૦૭ લોકોને કોવિડ ૧૯ ટેસ્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું જેમા વિટામીન ડી બ્લડ ટેસ્ટમાં જાણવા મળ્યું કે કોવિડ ૧૯ના ચેપ ફેલાવવાના પરિબળમાં લોહીમાં વિટામીન ડીની ઉણપનો સંબંધ સધો કોરોના સંક્રમણ સાથે જોવા મળ્યો હતો. આ સંશોધનના મળેલા આંકડામાં ૭૮૦૭ દર્દીઓમાં ૭૮૨ એટલે કે ૭૦.૧%ને કોરોના પોઝીટીવ અને ૭૦૨૫, ૮૯.૯%નો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. સંશોધનમાં એવું સ્પષ્ટ બન્યું કે જે લોકોને વિટામીન ડીનું પ્રમાણ નીચે આવ્યું હતુ તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યું હતુ જયારે કોરોનાના નેગેટીવ રિપોર્ટ આવતા હતા તેનું વિટામીન ડીનું પ્રમાણ ઉંચુ હતુ

જીવનશૈલીને પણ કોરોના સાથે સંબંધ

તેમાં મોટાભાગે યુવાન અને પુરૂષોનો સમાવેશ થયો હતો. આ પૃથ્થકરણમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે ૫૦ વર્ષની ઉંમરનાં પુરૂષો અને નીચા અને મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને કોવિડ ૧૯નું જોખમ વધુ જોવા મળ્યું હતુ ૫૦ વર્ષથી ઉપરની ઉંમર અને જીવનશૈલીનો કોરોના સાથે સીધો સંબંધ જોવા મળ્યો હતો. આ સંશોધનમાં પ્લાઝમાની ઉણપ અને જીવનશૈલી કોરોનાનું ચેપનું જોખમ વધારનારૂ પરિબળ છે. સાથે સાથે જઅછજ-ઈઘટ-૨ વાયરસ સાથે દાખલ દર્દીઓમાં પણ ચેપનું જોખમ વધુ જોવા મળ્યું હતુ મે મહિનામાં પ્રસિધ્ધ થયેલા જનરલમાં જણાવાયું છે કે પોષકતત્વો સાવચેતી અને તણાવ મુકિત વિટામીન ડી વધારાના પરિબળો કોરોનાથી બચાવનારા પરિબળો બની શકે છે. વિટામીન ડીનું ઓછુ પ્રમાણે વાસ્તવમાં ઈન્ફેકશનનું કારણ બને છે.

Loading...