Abtak Media Google News

પ્રકૃતિના ખોળે આળોટતા છાત્રો: ૨૦મી સુધી આયોજન

વન ચેતના કેન્દ્ર થોરાળા વીડી રાજકોટ ખાતે નવરંગ નેચર કલબ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ અનુભુતિ શિબિરની શ‚આત તા.૪થી તા.૨૦ સુધી ચાલશે. થોરાળા વીડીએ આજીડેમ-૧ના દક્ષિણ કાંઠે આવેલ છે જયાં ત્રણ બાજુ પાણી અને એક બાજુ જંગલ છે. એકદમ શાંત અને સ્મણિય સ્થળ છે. પક્ષીઓથી આ હર્યોભર્યો એરીયા પ્રકૃતિ અનુભૂતિ શિબિર માટે એક આદર્શ સ્થળ છે. આ થોરાળા વીડીની માલિકી વન વિભાગ રાજકોટની છે.

એક દિવસ અને એક રાતની આ શિબિરમાં વિદ્યાર્થીઓ પોતાનું સાંજનું ટીફીન સાથે લાવે છે. આ વન ચેતના કેન્દ્ર વન વિભાગ રાજકોટ દ્વારા શિબિરના હેતુ માટે વિનામૂલ્યે આપેલ છે. આ શિબિરમાં વિદ્યાર્થીઓ બપોરે ૩:૦૦ કલાકે આવે છે અને બીજા દિવસે સવારે ૧૧:૦૦ કલાકે વિદાય થાય છે. એક શિબિરમાં ૬૦ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકો હોય છે. શિબિરમાં વિદ્યાર્થી દીઠ ‚ા.૨૦/- ફી લેવામાં આવે છે. આ ફી સેવા આપતા પ્ર-શિક્ષકોને આપી દેવામાં આવે છે. શિબિરમાં પક્ષી દર્શન જેમાં પાણી કાંઠાના પક્ષીઓ અને કંટક વનના પક્ષીઓનો કદ, રંગો બતાવી ઓળખ આપવામાં આવે છે અને પક્ષીઓ આપણને કઈ રીતે મદદ‚પ થાય છે તેની સમજણ સ્થળ ઉપર આપવામાં આવે છે બાદ વન પરીભ્રમણ વખતે વનસ્પતિ દર્શન જેમાં દૂરથી વૃક્ષોને કઈ રીતે ઓળખી શકાય અને વનસ્પતિના વિવિધ અંગોના ઉપયોગ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવે છે અને વન્ય પ્રાણીઓ બતાવવામાં આવે છે.

રાત્રે નરી આંખે આકાશ દર્શન અને અંધારામાં ૧ કિ.મી. બેટરી વગર વિદ્યાર્થીઓને ચલાવવામાં આવે છે. નદી કેવી રીતે પાર કરી શકાય તે માટે કમાન્ડો બ્રીજનું આયોજન હોય છે. દરરોજ રાત્રે એક પર્યાવરણને લગતા વિષય નિષ્ણાંતને બોલાવી તેના વાર્તાલાપ અને મુકતચર્ચા ગોઠવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લ્યે છે. શિબિરમાં વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી જ‚રીયાતથી કેમ જીવી તે શિખવવામાં આવે છે અને વન-વગડામાં બારીક અવલોકન કેવી રીતે કરી શકાય તેની સમજણ આપવામાં આવે છે. આવી સસ્તી અને જ‚રી શિબિરો વિવિધ મંડળોએ પોત પોતાના વિસ્તારમાં કરવી જોઈએ. નવરંગ નેચર કલબ આ વર્ષે કુલ ૨૦૦ શિબિરોનું અલગ-અલગ વિસ્તારમાં ટોકનદરે આયોજન કરશે.

વિદ્યાર્થીઓ નાનપણથી પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને પર્યાવરણ પ્રેમી બને તો એક સારો નાગરિક બનશે આ વિષમ પરિસ્થિતિમાં સારા નાગરિકોની ભારતને ખાસ જ‚ર છે એટલે આ શિબિરો સારા નાગરિકોનું નિર્માણ કરવાની પ્રક્રિયાનો એક ભાગ છે. આ શિબિરની શ‚આત તા.૪ના રોજ ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓથી થઈ આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉર્વેશભાઈ પટેલ (સાંદિપની, રીના સ્કૂલ), અતિથિ વિશેષ તરીકે કપિલભાઈ પંડયા (શેર વિથ સ્માઈલ), નરેશભાઈ નકુમ (નવરંગ નેચર કલબ), દિપ પ્રાગટય હંસરાજભાઈ ડેડાણીયા (થોરાળા વીડી વન ચેતના કેન્દ્ર) ખાતે હાજર રહ્યા હતા. આ શિબિરોનું સંચાલન વી.ડી.બાલાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.

નવરંગ નેચર કલબના વી.ડી.બાલાએ જણાવ્યું કે, આજીડેમ અને થોરાળા વીડી જંગલ ખાતાની જે માલિકી છે. વિદ્યાર્થીઓ અહીં કાયમી આવે અને પોતાનું ટીફીન લાવે અને ટૂંકુ રોકાણ કરે એટલે એ રીતે કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાના બાળકોને નવરંગ નેચર કલબ લાવે છે અને તેઓને વગડામાં લઈ જઈ છીએ. જે ૫૦-૫૦નાં ગ્રુપનાં લવાઈ છે અને તેઓને વ્યકિતગત સમજાવી છીએ વન્ય જડીબુટીની લાક્ષણિકતા પ્રકૃતિ દર્શનમાં સર્વપ્રથમ પક્ષી દર્શન આવે છે જે તેઓને દેખાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.