Abtak Media Google News

૮૦ ફુટ ઉંચાઈ પરથી પડી રહેલો ધોધ આકર્ષણનું કેન્દ્ર

સૌરાષ્ટ્ર માં મેઘ મહેર થી પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઉઠી છે, ત્યારે ઉપલેટા પાસે આવેલ પાટણવાવ ના ઓસમ ડુંગર માં પ્રકૃતિ પૂર બહાર માં ખીલી ઉઠી છે, અને સહેલાણી ઓ અહીં પ્રકૃતિ ને માણવા માટે ઉમટી પડ્યા હતા અને પ્રકૃતિ ને મન ભરી ને માણી હતી, અહીં આવેલ પાણી ના ધોધ પણ આકર્ષણ જોવા જેવું હતું

26

રાજકોટ જિલ્લા ના ધોરાજી થી ૨૨ કિલોમીટર ના અંતર આવેલ પાટણવાવ નો ઓસમ ડુંગર અત્યારે સહેલાણી નું આકર્ષણ નું કેન્દ્ર બનેલ છે, આવિસ્તાર માં મેઘ રાજા એ અપાર હેત વરસાવી ને પ્રકૃતિ ને ભરપૂર બનાવી દીધી છે, દૂર થી ઓસમ ડુંગર ને જોતા જ જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો ભાસ થાય છે, વરસી રહેલા વરસાદ ના પગલે ઓસમ ડુંગર ના ચારે તરફ થી ઝરણાં નો ધોધ જોવા મળે છે, ઊંચા ડુંગર ઉપર થી પડી રહેલા પાણી ના આ ઝરણાં ઓ ડુંગર ની પ્રાકૃતિક સૌંદર્ય માં ખુબજ વધારો કરી રહેલ છે, ઓસમ ડુંગર માં વનરાય ઓ ત્યારે લહેરાય રહી છે, તેમાં મંદ મંદ પવન તેની સુંદરતામાં ખુબજ વધારો કરી દે છે, પર્વત ની વનરાયો વચ્ચે થી વહી રહેલા નાના નાના ઝરણાં ઓ ના ખળ ખળ અવાજ વાતાવરણ ને અત્યંત મોહિલુ બનાવી દે છે, તળેટી થી ઉપર તરફ આવેલ ટપકેશ્વર મહાદેવ ના મંદિર તરફ જતા જતા તો ચારે તરફ થી વાતાવરણ સહેલાણી નું મન મોહિલે છે, ટપકેશ્વર મહાદેવ ના મંદિર તરફ જતા વચ્ચ માં આવતા અને સોળે કળા એ ખીલેલ ફૂલો મન ને પ્રફુલ્લિત કરી દે છે, ખીલેલ આ ફૂલો ઉપર ઉડી રહેલા પતંગિયા જાણે કે પ્રેમ નો સંદેશ આપતા હોય તેવો ભાષ થાય છે, ઓસમ ડુંગર નું મોહક વાતાવરણ હાલ તો જાણે કે અહીં જ સ્વિઝરલેન્ડ હોય તેવો ભાષ કરવી દે છે,  મનમોહક વનરાય અને ઝરણાં ના કલરવ ની સાથે ઓસમ ડુંગર ની ઉપર જયારે ટપકેશ્વર મહાદેવ ની જગ્યા સુધી પોહચો ત્યારે ત્યાંનો નઝારો જોતા જોતાજ રહી જવાય તેવો છે, અહીં ૭૦ થી ૮૦ ફૂટ ઉંચાઈ ઉપર થી પડી રહેલા પાણી ના ધોધ ને જોતાજ જાણે કે કોઈ અદભુત જગ્યા ઉપર આવી ગયા જહોય તેવું લાગે છે, નીચે પડી રહેલા પાણી અને તેમાં થી ઉઠી રહેલા ધુમસ્સ થી વાતાવરણ ખુબજ અદભુત થઇ જાય છે અને સહેલાણી ઓ અહીં પાણી જોઈ ને નાહ્યાં વગર રહી સકતા નથી અને ધોધ નીચે નાહવા લાગે છે, આ અદભુત વાતાવરણ ને જોઈ ને ધોરાજી ના ધારાસભ્ય પણ આ કુદરતી સૌંદર્ય ને માણવા માટે અહીં સુધી પોહચ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.