Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય એકતા અભિયાનના રાષ્ટ્રીય સંયોજક ગજેન્દ્રસિંહ શેખાવત, ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા તથા ભાજપાના રાષ્ટ્રીય મેગેઝીન “કમલ સંદેશના સંપાદકી શિવશક્તિ બક્ષીએ સવિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય એકતા અભિયાન – “એક દેશ, એક સંવિધાનના સંદર્ભમાં મહારાષ્ટ્ર, ગોવા, દીવ-દમણ, દાદરા-નગર હવેલી અને ગુજરાત એમ, પશ્ચિમ ક્ષેત્રના પાંચ રાજ્યોની સંયુક્ત કાર્યશાળા યોજાઇ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય એકતા અભિયાનના રાષ્ટ્રીય સંયોજક ગજેન્દ્રસિંહ શેખાવત, રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા તથા ભાજપાના રાષ્ટ્રીય મેગેઝીન કમલ સંદેશના સંપાદક શિવશક્તિ બક્ષીએ સવિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આ કાર્યશાળામાં ઉપસ્થિત સૌને પ્રેરક માર્ગદર્શન આપ્યુ. શેખાવતે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની જોડીએ દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી દેશના સાર્વભોમત્વ માટે જોખમી અને કાશમીરના વિકાસમાં અવરોધરૂપ કલમ-૩૭૦ દૂર કરવાનો યશસ્વી અને ઐતિહાસિક નિર્ણય લઇને કાશ્મીરના વિકાસના દ્વાર ખોલ્યા છે. આ સાથે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની ભાવનાથી કાશ્મીરમાં નવી ચેતનાના ઉદય સાથે લૈંગીક સમાનતા, સમાન નાગરિકતા અને આર્થિક સમાનતાના આધાર પર વિકાસના નવા આયામો રચાશે. શેખાવતે જણાવ્યુ હતુ કે, કલમ-૩૭૦ને કારણે કાશ્મીરમાં ખૂબજ વિષમ પરિસ્થિતિ પ્રવર્તતી હતી અને દેશના નાગરિકોને તાકાત, સન્માન, ન્યાય અને અધિકાર આપવા બનાવેલા કાયદા લાગુ થઇ શકતા ન હતા અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી અનેક યોજનાઓનો લાભ કાશ્મીરની જનતાને મળતો ન હતો. દેશની જનતા દ્વારા ચુકવવામાં આવતા ટેક્ષમાંથી મોટી રકમ કાશ્મીરની રાજ્ય સરકારોને ફાળવવામાં આવતી હતી. પરંતુ કાશ્મીરની સરકાર આ રકમનો હિસાબ આપવા માટે બંધાયેલી ન હતી અને તેનું સરકારી ઓડિટ પણ શક્ય ન હતું. પરિવારવાદની રાજનીતિએ કાશ્મીરને ૭૦ વર્ષ સુધી બરબાદ કર્યુ.

એક અન્યાયી ધારા હટાવ્યા બાદ કાશ્મીરમાં હવે સ્થાયી વિકાસની ધારા વહેશે. ૭૦ વર્ષોથી મતાધિકારથી વંચિત હતા. તેઓને પોતાનો અધિકાર મળશે અને પ્રજાતંત્ર નીખરશે અને કાશ્મીરની જનતાને લોકતાંત્રીક અધિકારો પ્રાપ્ત થશે. દેશ-વિદેશના લઘુ અને મોટા ઉદ્યોગગૃહો વિશાળ પાયે કાશ્મીરમાં નિવેશ કરશે. પરિણામરૂપે રાજ્યમાં વ્યવસાય-રોજગાર વધશે અને યુવા-મહિલાઓ માટે વિપુલ તકો મળશે. કાશ્મીર પ્રશાસન ગાંવ કી ઓર અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત લાભાર્થીઓને ૮૫ જેટલી યોજનાઓને પૂર્ણરૂપથી કાશ્મીરમાં લાગુ કરવામાં આવશે.

National-Unity-Campaign-In-The-Context-Of-One-Country-One-Constitution-A-Joint-Workshop-Of-Five-States-Of-Maharashtra-Goa-Diu-Daman-Dadra-Nagar-Haveli-And-Gujarat-Has-Been-Organized
national-unity-campaign-in-the-context-of-one-country-one-constitution-a-joint-workshop-of-five-states-of-maharashtra-goa-diu-daman-dadra-nagar-haveli-and-gujarat-has-been-organized

રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયાએ જણાવ્યુ હતુ કે, સંવિધાનના નિર્માતાઓએ સામાજીક, આર્થિક, ન્યાય તથા દરેક નાગરિકને સમાન અવસર અને ગરિમાને જાળવણીને પ્રાધાન્ય આપવાની જોગવાઇ કરી હતી પરંતુ સંવિધાનની આ જોગવાઇઓને તાર-તાર કરવાનું કાર્ય કલમ ૩૭૦ અને ૩૫એ દ્વારા થયુ હતુ. આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંપર્ક અભિયાન સમિતિના પ્રદેશ સંયોજક આઇ.કે.જાડેજા, પ્રદેશ પ્રવક્તા અને જનજાગૃતિ અભિયાનના સંયોજક ભરત પંડ્યા, પ્રદેશ મંત્રી અને જનજાગૃતિ અભિયાનના સહસંયોજક હર્ષદગીરી ગૌસ્વામી, પ્રદેશ મંત્રી અને સંપર્ક અભિયાન સમિતિના સહસંયોજક અમિત ઠાકર સહિત ૫ રાજ્યોના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.