Abtak Media Google News

૫૦ લાખ સુધીની બિન જામીનગીરી લોન, અકસ્માત વિમા કવચ, પેન્શન સહિતની સુવિધાઓ વેપારીઓને આપવાની જાહેરાત

લોકસભાનો ચૂંટણી જંગ ચરમસીમાએ પહોચી ચૂકયો છે. ગુજરાતમાં ત્રીજા તબકકાનાં રાઉન્હમાં એક સાથે ૨૬ બેઠકો માટે ૨૩મીએ મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અંતીમ ઘડીનો પ્રયાસો કરવા સતત પ્રયત્ન શીલ છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જો ફરીથી જનાદેશ મળે તો અને ભાજપ સતા પર આવે તો વ્યાપારીઓને કોઈપણ જાતની જામીનગીરી વગર ૫૦ લાખની લોન અકસ્માત વિમા કવચ પેન્શન અને ક્રેડીટકાર્ડ આપવાનો વાયદો કરીને વ્યાપારીઓ માટે અચ્છે દીન લાવવાનું વચન આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નવી દિલ્હી ખાતે યોજાયેલા વ્યાપારી સંમેલનમાં વ્યાપારી વર્ગને આકર્ષવા માટે ચૂંટણી વચન માં માસ્ટર સ્ટોક લગાવ્યો હોય તેમ વ્યાપારીઓને આર્થિક લાભમાં રંગી દેવાનો વાયદો કર્યો છે. મોદીએ તેમની જાહેરાતમાં જણાવ્યું હતુ કે વ્યાપારીઓ હંમેશા દેશ માટે વિચારે છે. આજ વ્યાપારીઓની તાકાત છે.જેના કારણે ભારતને સોનેકી ચીડીયા કહેવામાં આવ્યું છે. વ્યાપારી વર્ગનીકોઠાસુઝ મોસમ વૈજ્ઞાનિક જેવી હોય છે. કારર કે તેઓને બધુંજ અગાઉથી નજરમાં આવી જાય છે. ભારતનો વ્યાપારી અર્ંતયામી જેવા છે તે બધુ એડવાન્સ જાણે છે. અંદાઝ લગાવી લે છે કે કયા સમયે કયાં માલ સામાનની જરૂર પડશે. અને તેની માંગ કયારે વધશષ અને ઓછી થશે.

૨૦૧૪માં હું વડાપ્રધાન ન હતો ત્યારે તમે બોલાવ્યો હતો. દેશના અલગઅલગ હિસ્સામાંથી વ્યાપારીઓ આવ્યા હતા સંખ્યા ઓછી હતી કેમકે ત્યારે ડર હતો. મોદીના કાર્યક્રમમાં જશો અને ખોટા જાહેર થઈ જશો તો ઈન્કમટેક્ષની રેડ પડશે. ત્યારે એક એવી સરકાર હતી જે માત્ર કાયદા બનાવવાની વાતો કરતી હતી પરંતુ પોતાની સરકાર આવશે તો બિન જરૂરી કાયદાઓ દૂર કરશે રાજકારણીઓ માટે એક એવી છાપ હોય છે. કે નેતાઓ માટે કથની અને કરણી બેય અલગ વાત હોય છે જે ચૂંટણી પહેલા કંઈક અને પછી કંઈક કરીને વિખાઈ જાય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે ૧૫૦૦ કાયદાઓ બદલ્યા છે.

વડાપ્રધાને વ્યાપારીઓ માટે કેન્દ્રમાં ફરીથી સતા પર આવશે તો જીએસટી વ્યાપારીઓને ૫૦ લાખ સુદીની બિન જામીનગીરીવાળી લોન ૧૦ લાખ સુધીનો વિમો, ક્રેડીટ કાર્ડ અને ૬૦ વર્ષની વયના વેપારીઓને પેન્શનની જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતુ કે વિપક્ષ કોંગ્રેસ વ્યાપારીઓને ચોર ગણાવે છે. કેન્દ્રની ભાજપ સરકાર વ્યાપારીઓ સાથે ઉભી છષ. સમસ્યા દૂર કરવા માટે ચૂંટણી પછી નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડની રચના કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે વિપક્ષ પોતાના સીતેર વર્ષનાં શાસનમાં વ્યાપારીઓનું માત્ર અપમાન કર્યું છે. ચોર ગણે છે. શુ તમને ખબર નથી કેદેશના અર્થતંત્રના વિકાસમાં નાના વ્યાપારીઓનું શું ફાળો છે? મોદીએ વધુમા જણાવ્યું હતુકે ભાજપ સરકાર દેશના વ્યાપારીઓની અત્યાર સુધી થતી અવગણનાને બ્રેક મારવા આવી છે.

વ્યાપારીઓતો ભારતના અર્થતંત્રની કરોડ રજજૂ છે. અત્યાર સુધી વ્યાપારીઓને મળવા પાત્ર સન્માન કયારેય અપાયું જ નથી દેશના અર્થતંત્રનું કદ બેવડુ પાં ટ્રીલીયન ડોલર સુધી પહોચાડવાનો વ્યાપારીઓના સહકાર વગર શકય નથી હું તેમની મહેનત અને નિષ્ઠાની કદર કરૂ છું વ્યાપારીઓ અર્થતંત્રના વિકાસ માટે મદદરૂપ થાય છે મેં છેલ્લા પાંચ વર્ષમાં જીવન અને વ્યવસાયને વધુ સરળ બનાવવાના પ્રયાસો કર્યા છે.

દેશ જોવે જ છે કે હું ઉતાર ચડાવમાં તમારી સાથે કેવી રીતે ઉભો રહ્યો છું તેમ જણાવીને મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતુ કે સિતેર વર્ષનાં શાસનમાં માત્ર વ્યાપારીઓનું અપમાન જ કર્યું છે. મહાત્મા ગાંધી પણ વાણીયા વેપારી જ હતા. કોંગ્રેસ અત્યાર સુધી વ્યાપારીઓનું અપમાન જ ગયું છે. જીએસટી ધરાવતા વ્યાપારીઓને ૫૦ લાખની લોન, ૬૦ વર્ષની વધુ વય ધરાવતાને પેન્શન જેવા ઉપહારનું વચન આપ્યું હતુ.

મોદીએ જણાવ્યું હતુ કે ૨૦૧૭માં જીએસટીનાં અમલ પહેલા દેશમાં લાગુ અલગ અલગ કેન્દ્ર અને રાજયના ટેક્ષ દૂર કરાવીને વ્યાપારને વધુ પારદર્શક અને રાજયમાં ચેક પોસ્ટોનો પણ સમાપ્ત કરી દેતા વ્યાપારીઓની નોંધણી ડબલ થઈ ગઈ છે. હું એમ નથી કહેતો કે જીએસટીમાં કોઈ ભૂલ ન હતી અમે વ્યાપારીઓના સુચનનો તુરંત અમલ કરીને જીએસટીમાં ઘણા સુધારા કર્યા છે. તેમણે કહ્યું કે હું સેવક છું માલીક નથી.

પાંચ વર્ષમાં સાત હજાર ગરીબ પરિવારોને એલપીજી કનેકશન, દરેક ઘરમાં વિજળીનું લક્ષ્ય પૂરૂ કરવા પ્રત્યેક દિવસે ૫૦ હજાર ઘણમાં વિજળી કરણ, દર મહિને ૧ લાખ ગરીબોને જનધનના ખાતા મુદ્રા યોજના દ્વારા વ્યાપારીઓને લોન, ભારત વર્લ્ડ બેંકમાં ૭૭માંથી ૬૫માં નંબરે પહોચ્યો છે. પાંચ વર્ષમાં ૫૦માં ક્રમ સુધી પહોચશે અને વ્યાપારીઓ માટે શું કરીએ છીએ તે બધા જાણે જ છે. ક્રેડીટ કાર્ડ મેળવવામા સરળતા ૧ કરોડની લોન ૫ મીનીટમા જ મળે છે. અમે નિષ્ઠાપૂર્વક દેશમાંથી ઈન્સપેકટર રાજનો અંત લાવ્યા છીએ તેમ મોદીએ અંતમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.