Abtak Media Google News

વોર્ડ નં.૧૩માં રામનગર, દ્વારકેશ પાર્ક, અંબાજી કડવા, ટપુ ભવાન પ્લોટ સહિતના વિસ્તારોમાં મિલકત સીલ અને જપ્તીની નોટિસ ફટકારાતા લોકોમાં ફફડાટ: કોંગી કોર્પોરેટરની કમિશનરને ફરિયાદ

કરોડો રૂપિયાનું બાકી લેણુ વસુલવા માટે હાલ મહાનગરપાલિક દ્વારા વેરામાં વ્યાજમાફી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં હાર્ડ રીકવરીનો દોર શ‚ કરતા ટેકસ બ્રાંચે નોટિસ ફટકારવાન કામગીરી શ‚ કરી છે. દરમિયાન શહેરના વોર્ડ નં.૧૩માં અનેક વિસ્તારોમાં એક ‚પિયો પણ બાકી ન હોય તેવા સેંકડો આસામીઓને ટેકસ બ્રાંચે મિલકત જપ્તી અને સીલીંગની નોટીસ ફટકારતા લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. દરમિયાન આ અંગે વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેરના વોર્ડ નં.૧૩માં રામનગર, દ્વારેકશ પાર્ક, અંબાજી કડવા પ્લોટ, ટપુ ભવાન પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં વેરાપેટે કે પાણીના ચાર્જીસ પેટે એક પણ ‚પિયો બાકી ન ધરાવતા અને એડવાન્સમાં ટેકસ ભરી દેતા પ્રામાણિક કરદાતાઓને ટેકસ બ્રાંચ દ્વારા તાજેતરમાં મિલકત સીલીંગ તથા જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હોવાની ફરિયાદ વોર્ડના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સુધી પહોંચતા આજે તેઓએ મ્યુનિ.કમિશનર બંછાનિધીની પાનીની લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

તેઓએ કરેલ ફરિયાદમાં જણાવ્યું છે કે હાલ વોર્ડ નં.૧૩માં વેરાની રીકવરીની કામગીરી ચાલી રહી છે. જે સરાહનીય છે પરંતુ કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામી હોવાના કારણે વોર્ડ નં.૧૩માં અનેક કરદાતાઓને એક પણ ‚પિયા બાકી ન હોવા છતાં ટેકસ બ્રાંચ દ્વારા સીલીંગ અને જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. જેના કારણે લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. ડરના માર્યા કરદાતાઓ કોર્પોરેશન કચેરીઓ ધકકા ખાય રહ્યા છે છતા તંત્ર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા પણ તેઓએ માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાજમાફી યોજના અંતર્ગત વર્ષો જૂનું ૪૯૪ કરોડનું બાકી લેણુ વસુલવા માટે ટેકસ બ્રાંચે હાલ ૧૦ હજાર વધુ આસામીઓને નોટિસ ફટકારી છે. જેમાં અનેક ક્ષતિઓ રહી ગઈ હોવાનું પણ બહાર આવી રહ્યું છે. જે લોકો પાસે બાકી વેરાપેટે એક પણ ‚પિયો બાકી નથી તેઓને ત્યાં ટેકસ બ્રાંચના અધિકારીઓ ઉઘરાણી માટે પહોંચી જતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.