Abtak Media Google News

મન મોર બની થનગનાટ કરે

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ૧૨ સભ્યોની રાજયકક્ષાની સમિતિની રચના કરતા મુખ્યમંત્રી: ચિત્ર સ્પર્ધા, શૌર્ય ગીત સ્પર્ધા, લોકવાર્તા સહિતની સ્પર્ધાઓ યોજાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિના આ વર્ષને રાજયકક્ષાની ઉજવણી તરીકેનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું રાજયવ્યાપી આયોજન અને માર્ગદર્શન માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ૧૨ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં રાજયકક્ષાના મંત્રી ઈશ્ર્વરસિંહ પણ અને મહિલા બાળ કલ્યાણ રાજયમંત્રી વિભાવરી બેન દવે ઉપાધ્યક્ષ તરીકે રહેશે રાષ્ટ્રીય શાયર મઝવેરચંદ્ર મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી આગામી તા.૨૮ ઓગષ્ટ ૨૦૨૧ના છે તે સંદર્ભમાં આ વર્ષની ઉજવણીને વ્યાપક સ્વરૂપે રાજયભરમાં ઉજવવામાં આવશે તેમ નકકી કરવામાં આવ્યું છે.

ગુજરાતનાં સાહિત્ય-સંસ્કૃતિ પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  પ્રત્યે આભાર પ્રગટ કરતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી

યુવા શકિત અને સાહિત્ય કલા સંસ્કૃતી પ્રેમીઓ માટે મેઘાણી જીવન કવન અને લોકસાહિત્યના પ્રદાનને ઉજાગર કરવામાં આવશે ૧૨૫મી જન્મજયંતિ નિમિતે ચિત્ર સ્પર્ધા, શોર્યગીત સ્પર્ધા, લોકવાર્તા સ્પર્ધા, મેઘાણી પુસ્તકોનું ઓનલાઈન વેચાણ, અન્ય ભાષામાં રૂપાંતર જેવા અનેક આયોજનો ક્રવામાં આવશે. મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે.

અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય

આથી વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ સવિશેષ ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. જાણે સહુનું મન મોર બનીને થનગાટ કરી રહ્યું છે. ગુજરાતના પ્રજા-વત્સલ, સતત કર્મશીલ, સંવેદનશીલ, સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)એ હ્રદયથી આભાર પ્રગટ કર્યો છે. આ આયોજન માટે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી બનેલી ઉચ્ચ-સ્તરીય સમિતિના અધ્યક્ષ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉપાધ્યક્ષ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને મહિલા, બાળ કલ્યાણના રાજ્ય મંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે તથા સમિતિમાં સામેલ પદાધિકારીઓ-અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

આ પ્રેરક આયોજન થકી નવી પેઢી ઝવેરચંદ મેઘાણીના જીવન-કાર્ય-સાહિત્યથી પરિચિત-પ્રેરિત થશે તેમજ દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થશે તેવી શ્રધ્ધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.