Abtak Media Google News

મહારાણાની પ્રતિમાને વંદના આરતી, ફૂલહાર સાથે કરાય ઉજવણી

રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા શ્રી મહારાણા પ્રતાપ જન્મજયંતીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાને લીધે સરકારી નિયમ મુજબ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઉજવણી કરવામાં આવી હતી.

તા.૨૫ને શનિવારના જેઠ સુદ ત્રીજના રોજ તિથિ  મુજબ હિંદવા સૂરજ ક્ષત્રિય કુળભૂષણ શ્રી મહારાણા પ્રતાપસિંહના ૪૮૦મી જન્મજયંતિ નિમિતે સવારે ૦૯:૦૦ વાગ્યે વાગ્યે રાજકોટ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સોરઠીયા વાડી ચોક ખાતે શ્રી મહારાણા પ્રતાપજીની પ્રતિમાને મહારાણા પ્રતાપ વંદના આરતી, હુલહાર તથા દીપક પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ સોશિયલ ડિસ્ટન્સ અને લોકડાઉનના નિયમોનું પાલન કરીને મર્યાદિત સંખ્યામાં ક્ષત્રિય બંધુઓએ હાજર રહીને ઉજવણી કરી હતી. તા રાત્રે ૯:૦૦ કલાકે પણ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાર્યાલય ખાતે અતિિ ખાતે આરતી, ફુલહાર તા વંદના કરવામાં આવશે.

દર વર્ષે શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિ રાજકોટ ખાતે તિથિ મુજબ ભવ્ય રીતે હજારોની સંખ્યામાં હાજર રહીને મહાઆરતી, હુલહાર,  ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવે છે પરંતુ કોરોના વાઇરસના લીધે  લોકડાઉનને આ વખતે આયોજન સરકારી નિયમો મુજબ મર્યાદિત સંખ્યામાં એકઠા થઇને કર્યું હતું. કાર્યક્રમમાં ચંદુભા પરમાર, રણજીતસિંહ દાહીમા, અજયસિંહ પરમાર, બળદેવસિંહ સિંધવ, કિશોરસિંહ રાઠોડ, હિતુભા ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.