Abtak Media Google News

લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અપીલ

ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા (પ્રીલીટીગેશન) કેસોનો નિકાલ થાય તેમજ અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની લોક અદાલતોનું આયોજન કરવામાં આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લા મથક તથા તાલુકા મથક તથા તાલુકા મથકે તા.13/7/2019ના રોજ વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 (ચેક રિટર્ન અંગેના કેસો), બેંક લેણાના કેસો, કલેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રીકસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસો, દીવાની પ્રકારના કેસો (ભાડુ, સુખાધિકારના કેસ, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા) અન્ય સમાધાન લાયક કેસો વિગેરે સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવશે.

જેથી જિલ્લાની કાનુની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગરના ચેરમેનશ્રી તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી કુ. એસ.વી.પીન્ટો દ્વારા તમામ પક્ષકારોને આ લોક અદાલતમાં તેઓનો કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બંન્ને પક્ષકારોને લાભકર્તા છે, બંન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો પરાજય નહીં તેવી પરિસ્થિતિ ઉદ્દભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા કોઈ પ્રકારનું વૈમનસ્ય ઉદ્દભવતું નથી તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.

જેથી આગામી તા.13/7/2019ના રોજ યોજાનાર લોક અદાલતમાં તેઓના કેસો મુકાવી આ લોક અદાલતમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ કરેલ છે. તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલશ્રી મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક અદાલતમાં મુકવા કાર્યવાહી હાથધરી શકે છે, આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ વધુને વધુ કેસો લોક અદાલતમાં મુકાવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.