Abtak Media Google News

કેમ્પના ૮૦ લાભાર્થીઓ માટે કોચીંગ ઉપરાંત રહેવા જમવા અને ટિકિટ ભાડાની પણ વ્યવસ્થા

ચક દે ઈન્ડિયા…

આગામી દિવસોમાં ભારતની રાષ્ટ્રીય રમત હોકીની સ્પર્ધાઓ યોજનાર છે. તે પૂર્વ રાજયમાં સબજૂનીયર બોયઝ ગર્લ્સને વધુને વધુ પ્રશિક્ષણ મળી રહે તે માટે હોકી ગુજરાતના નેજા હેઠળ હોકી રાજકોટ, જયોતી સીએનસી ઓટોમેશન લી. અને રાજકોટ મહાનગરપાલીકાના સંયુકત ઉપક્રમે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.02 2 આ આયોજન ૧૫ થી ૨૫ એમ દશદિવસ માટે કરવામાં આવ્યું છે. કોચિંગ કેમ્પ ૮૦ ભાઈઓ બહેનોએ ગુજરાતનાં જુદા જુદા જીલ્લામાંથી ભાગ લીધેલ છે. આ ઉપરાંત આ કોચીંગ કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓને રહેવા જમવાની સુવિધા સાથે ટિકીટ ભાડુ પણ આપવામાં આવશે.

04 1હોકી ટ્રેનર મહેશભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હોકી કોચીંગ કેમ્પમાં ૩ કલાક ટર્ફ ગ્રાઉન્ડ અને સાંજે નેચરલ સફેસ પર પ્રેકટીસ કરાવામાં આવે છે. જેથી બાળકોને બંને ગ્રાઉન્ડનો અનુભવ મળે ૮૦ છોકરા છોકરીઓ ગુજરાતનાં અલગ અલગ જીલ્લામાંથી આવેલા છે. આ ઉપરાંત ૮૦ રમતવિરોમાંથી ૪૦ રાજયકક્ષાના ખેલાડી છે.03 1

૨૦ થી ૨૫ ખેલાડીઓ નેશનલ રમેલ છે. ૧૭ વર્ષથી નીચેના જે રમતવિરો છે. તેવો જોડાયા છે. આવા કાર્યક્રમો યોજવા પાછળનો હેતુ માત્ર એક જ છે કે દિવસે ને દિવસે હોકી લુપ્ત થતી જાય છે. તેને આગળ વધારવા અને જે બાળકોને તેમના જીલ્લામાં ગ્રાઉન્ડ નથી મળતા તેમને પુરી સુવિધા સાથે કોચિંગ આપવાનો છે.05 1માત્ર રાજકોટ નહી પરંતુ સમગ્ર રાજયનાં ખેલાડીઓ લાભ લે તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. રીચા અસલાલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેવો સુરતથી આવે છે. તેવો રાજકોટ આવ્યા છે. ત્યારે તેમને ઘણી સ્કીલ જાણવા મળી આ ઉપરાંત ગ્રાઉન્ડ કે જે સીન્થેટીક છે જેના કારણે તેમણે પ્રેકટીશ પણ યોગ્ય રીતે કરી શકે છે. જમવા તથા રહેવાની વ્યવસ્થા પણ ખૂબજ સારી કરવામાં આવી છે.

06 1પાંડે બિન્દેશ્વરે અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે તેવો સુરતથી આવેલ છે. આઉપરાંત રાજકોટનું ગ્રાઉન્ડ, ખૂબજ સા‚ છે. હોકીએ ફીઝીકલ ગેમની સાથે માઈન્ડ ગેઈમ પણ છે.તેથી તેમને આ કોચિંગ કેમ્પમાં તેમને અનેક સ્કીલ પણ શીખડાવવામાં આવે છે.

મડ ગ્રાઉન્ડ અને સીન્થેટીક ગ્રાઉન્ડ વચ્ચે ઘણો ડિફરન્સ છે. સિન્થેટીક કોટનો અગત્યનો ફાયદો એ છે કે તેમાં બોલ ઉછળતો નથી. તેવો ડિસ્ટ્રીક અને સ્ટેટ લેવલે રમેલ છે. જયારે આગળ તેમનો ગોલ ઈન્ડીયાને ઈન્ટરનેશનલ ગોલ્ડ અને ઈન્ડીયાને વર્લ્ડકપમાં લઈ જવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.