Abtak Media Google News

કુટિર અને ગ્રામઉદ્યોગના અગ્રસચિવ એ.કે. રાકેશના હસ્તે ઉદધાટન: રાજયના ર૦૦ થી વધુ કારીગરોનું પ્રદર્શન સાથે વેચાણ: સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ: બાળકો માટે પપેટ શો

ગુજરાત રાજયના ઉઘોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર કુટીર અને ગ્રામ ઉઘોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ-સીનો મુળભુત હેતુ ગુજરાત રાજયના જીલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા હાથશાળા, કુટીર અને ગ્રામોઘોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધું જ પ્લેટફોર્મ પુરુ પાડી આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિઘ્ય પુર્ણ કલા વારસાની જાણવણી કરવાનો છે.

ઇન્ડેક્ષ-સી દ્વાર રાષ્ટ્રીય હસ્તકલા મેળો-૨૦૧૮, એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ મોરબીમાં આજે સાંજે ૫.૩૦ કલાકથી પ્રારંભ થશે. અને આ મેળો ૧૧મી માર્ચ સુધી ચાલનાર છે. સાંજે ૫.૩૦ કલાકે મેળાને કુટીર અને ગ્રામઉઘોગ અગ્રસચિવ અને કમીશ્નર એ.કે. રાકેશ ખુલ્લો મુકશે. સાથો સાથ અતિથિ વિશેષ તરીકે મોરબી જીલ્લાના કલેકટર આઇ.કે.પટેલ તેમજ મોરબી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ પણ ઉ૫સ્થિત રહેનાર છે.

આ રાષ્ટ્રીય હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, પટોળા, કચ્છીભરત, પેન્ટીંગ, નખથી બનાવેલ ચિત્રો, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, હાથ બનાવટના ચંપલ, અકીકની આઇટમો, માટીની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વગેરે  વુડન વોલીયસ, ચામડાના રમકડા, ગૃહ ઉઘોગ તથા હસ્ત કલાની વિવિધ ચીજવસ્તુઓનું કારીગરો દ્વારા પ્રદર્શન સહ વેંચાણ કરવામાં આવશે. મેળાની ખાસ વિશેષતામાં રાજયના ર૦૦ થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન સહ વેંચાણ રાજય બહારના ૪૦ થી વધુ કારીગરો દ્વારા વેંચાણ,૨૦થી વધુ ક્રાફટનું કારીગરો દ્વારા જીવંત નિદર્શન તેમજ સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ, ખાણી પીણીના સ્ટોલ, વિના મૂલ્યે પ્રવેશ પાકીંગ, બાળકો માટે પેપટ શો ખાસ આકર્ષણો રહેશે.

મોરબીની કલાપ્રેમી જનતાને કુટીર હસ્તકલા મેળાની મુલાકાત લઇ હાથશાળા હસ્તકલાની વિવિધ ડ્રાફટ વિશે જાણકારી મેળવવા કારીગરો પાસેથી સીધી ખરીદીની સુવર્ણ તક ઝડપી મનોરંજનો આનંદ માણવા ઇન્ડેક્ષ-સીના કાર્યવાહક નિયામક પી.જી. પટેલે ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.