Abtak Media Google News

કચ્છના અંતરિયાળ ગામડાના રિત-રિવાજ, રહેણી કરણીને ફિલ્મમાં દર્શાવાઈ છે:સંપૂર્ણ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ પર આધારિત:ફિલ્મનું મુખ્ય હાર્દ ગરબા 

ગુજરાતી ફિલ્મોનો જાણે કે હવે ફરી સુવર્ણકાળ શરૂ થઈ રહ્યો છે. તાજેતરમાં જ ૬૬માં રાષ્ટ્રીય એવોર્ડ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને બેસ્ટ ફિચર ફિલ્મના એવોર્ડથી નવાજવામા આવી છે. આ સાથે ફિલ્મની ૧૨ એકટ્રેસને પણ બેસ્ટ ક્રિટીકલ એવોર્ડથી સન્માનીત કરાઈ છે. એક ગુજરાતી તરીકે ગૌરવની વાત એ છે કે કચ્છના રણમાં ૧૯૭૫માં સ્ત્રીઓની જે પરિસ્થિતિ હતી તેને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આફિલ્મ સ્ત્રી સશકિતકરણ પર આધારીત છે. અને ફિલ્મનું મુખ્ય હાર્દ એ ગરબા છે.

૮ નવેમ્બરે રિલિઝ થનારી ફિલ્મ હેલ્લારોના ડાયરેકટર અભિષેક શાહ છે. ડાયલોગ ડિલિવરી સૌમ્ય જોષીની છે. પ્રોડયુસર કો.પ્રોડયુસર આશિષ પટેલ, નિરવ પટેલ, આયુષ પટેલ અને અભિષેક શાહ , મીત જાની, પ્રતિક ગુપ્તા છે. જયારે સ્ટારકાસ્ટની મસ મોટી ફોજ છે. જેમાં જયેશ મોરે, શ્રાધ્ધા ડાંગર, બ્રિન્દા ત્રિવેદી, સચિ જોષી, નિલમ પંચાલ, તેજલ, પંચાસરા, કૌશંભી ભટ્ટ, પ્રાપ્તી મહેતા, એકતા જાગૃતિ કામીની પંચાલ, દેનિશા, રિધ્ધીનો સમાવેશ.

હેલ્લારોને મળેલા એવોર્ડ વિષે અને ફિલ્મની સમગ્ર યાત્રા દરમિયાન કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડયો તે અંગે ફિલ્મની કેટલીક એકટ્રેસ અને ડાયરેકટર અભિષેક શાહે દીલખોલીને વાત કરી.

હેલ્લારો એટલે પોઝિટીવ મોજુ જે હકારાત્મક ઉર્જા આપે છે: અભિષેક શાહ

Screenshot 2019 10 09 13 55 00 1

 

સતત ત્રણ વર્ષ સુધી મંથન કર્યા બાદ હેલ્લારો ફિલ્મ બની છે. આ અગે વધુ જણાવતા ફિલ્મના ડાયરેકટર પ્રોડયુસર અભિષેક શાહે કહ્યું કે, હેલ્લારો એટલે એક મોજુ, વહેણ પોઝીટીવ મોજુ જે જૂના રૂઢીગત વિચારોને તાણી જાય અને એક હકારાત્મક ઉર્જાનો સંચાર કરે આફિલ્મ કચ્છના ધ્રોબાણા જે ખાવડાથી પણ અંદર છે. ત્યાં પાક બોર્ડર નજીક શૂટીંગ કર્યું છે. આ શૂટીંગ દરમિયાન બીએસએફની મંજૂરી મેળવવી પડી હતી. ફિલ્મમા ૧૯૭૫માં કચ્છની જે પરિસ્થિતિ હતી જે સંજોગોમાં મહિલાઓ જીવતી હતી તેનું ખૂબજ સુંદર વર્ણન કરાયું છે. ફિલ્મમાં કોઈપણ પ્રકારની આધુનિકતા બતાવાઈ નથી અવર જવર માટે ગાડાનો જ ઉપયોગ કરાયો છે. અંગદઝાડતા તાપમાં અમારી ટીમે ખૂબજ ઉત્સાહથી કામ કર્યું છે. જેનું ફળ અમને નેશનલ એવોર્ડ રૂપે મળ્યું છે. થોડા દિવસોમાં જ અમારી ટીમને દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ એવોર્ડથી નવાજવામા આવશે.

મંજરીના પાત્રને હું જીવી છું: શ્રધ્ધા ડાંગર

Img 20191009 Wa0015

હેલ્લારો ગુજરાતી ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ત્યારે ફિલ્મમાં મંજરીનું પાત્ર ભજવતા શ્રધ્ધા ડાંગર જણાવે છે કે આ ફિલ્મમાં મારૂ કેરેકટર મંજરીનું છે અને ફિલ્મ સ્ત્રીસશકિતકરણ પર આધારીત છે. મંજૂરી એટલે કે શકિત મે આ ફિલ્મમાં જયારે મંજરીનું પાત્ર ભજવ્યું છે ત્યારે ખરેખર હું મંજરીને જીવી છું મને લાગી રહ્યું છે. ફિલ્મોમાં કામ કરતા દરેકનું એક સપનું હોય છે કે તેને નેશનલ એવોર્ડ મળે અને કદાચ ખૂબજ નાની કરીયરમાં મારૂ આ સ્વપ્ન સાકાર થયું છે. કચ્છના રણમાં ૪૫ ડીગ્રી તાપમાનમાં અમારી ટીમે ખૂબજ મહેનતથી અને ખંતથી કામ કર્યું છે. કોઈપણ સુવિધાઓ વગર અહી કામ કરવું ખૂબજ ચેલેન્જીંગ હતુ પરંતુ એક બીજાના સપોર્ટથી અમે આ ફિલ્મને ખૂબજ એન્જોય સાથષ પૂર્ણ કરી છે અને અમારી મહેનત ખરેખર રંગ લાવી છે.

હેલ્લારોમાં સ્ત્રીઓની અભિવ્યકિતની વાત છે: તેજલ પંચાસરા

Img 20191003 Wa0031

આ ફિલ્મમાં મારો રોલ એક આધેડ વયની સ્ત્રીનો છે. જે તેના બે તાનો માટે જીવન જીવી રહી છે. આ ફિલ્મમાં ૧૯૭૫ દરમિયાન કચ્છના રણમાં સ્ત્રીઓની પરિસ્થિતિ શુ હતી અને તે કેવા સંજોગો સામે અડીખમ ઉભી રહેતી તેનીવાત કરવામાં આવી છે. એપ્રિલ મે ના ધોમધખતા તડકામાં આ ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યું કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હતી ન ટોયલેટ, ન બાથરૂમ કે ન લાઈટ પાણી આવા સંજોગોમાં સતત એક મહિના ઉપર શુટીંગ કરાયું જોકે આફિલ્મનું શૂટીંગ ભારત-પાક.ની બોર્ડર નજીક કરાયું તેમા બીએસએફ અને સ્થાનિકોનો ખૂબજ સપોર્ટ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.