નેશનલ એવોર્ડ વિજેતા થનારી પ્રથમ ગુજરાતી બેસ્ટ ફિચર ફિલ્મ : હેલ્લારો ના રિવ્યુસ

581

દરેક મનુષ્યના મનમાં ક્યાંક અને ક્યારેક કોઈ ઉમળકો છુપાયેલો હોય છે અને તે કોઈ પણ ક્ષણે જ્યારે બહાર આવે તો તે મનુષ્યની જિંદગી બદલી નાખે છે. તે જીવનમાં અંધકારથી પ્રકાશ સુધીનો એક માર્ગ બતાવી આપે છે. અત્યાર સુધીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ જેને બેસ્ટ ફિચર ફિલ્મ તરીકે નેશનલ એવાર્ડ  તરીકે સન્માનીત કરવામાં આવ્યું તે ફિલ્મ એટલે “હેલ્લારો” જેનો અર્થ થાય અંદરનો ઉમળકો. અભિષેક શાહ લિખિત દિર્ગદર્શિક તથા મૌલિક નાયક, જયેશ મોરે, શૈલેષ પ્રજાપતિ ,શ્રદ્ધા ડાંગર, નીલમ પંચાલ, કૌશામ્બી ભટ્ટ જેવા અન્ય દિગ્જ કાલકારો દ્વારા અભિનીત અને સૌમ્ય જોશી દ્વારા લિખિત ગીતો ગુજરાતીઓના ગરબા દરેક ગુજરાતીઓને પોતાની સીટ પર જ ઝૂમાવશે અને તેના ડાયલોગ દરેકના દીલને સ્પર્શી જશે સાથે દરેક કલાકારોની અભિવ્યક્તિ દરેક ગુજરાતીના મનને ચૂભી જાય છે.આ ફિલ્મ હેલ્લારો.

વાર્તા વિષેની વાત કરવામાં આવે તો તે આપાણને ૧૯૭૫ના કચ્છની આબેહૂબ સ્મૃતિ ફરી મનમાં યાદ કરાવે છે. બદલાતાં આ યુગમાં હજી ક્યાંક તે ૧૯૭૫ની જિંદગી જીવાઇ રહી છે તે આપાણને સ્પષ્ટપણે જોવા મળશે. તે સમયમાં એ કચ્છના છેવાળે આવેલું તે એક નાનકડું ગામ  ત્યાનાં લોકોનો પહેરવેશ, વિચાર અને જીવનશૈલી  ખૂબ અનોખી રીતે દર્શાવેલ છે. દરેક પાત્રની અભિવ્યક્તિ ખૂબ અદ્ભુત છે.  વરસાદ ના આવતાં ગામના લોકો વરસાદને રિઝવવાં ગરબા કરતાં અને માવડીને પ્રાથના કરતાં. ત્યારે  સ્ત્રીઓ તળાવે પેલે પાર પાણી ભરવા જતી. આખું ગામ દિવસભાર બસ માત્ર વરસાદની આશાએ મીટ માંડી રાહ જુએ છે. ધૂલો  એટલે મૌલિક નાયક જે શહેરથી આવતો ખબરી છે અને ગામડાંના લોકો સાથે વાત લઈ આવતો અને તેનાં માટે મનોરંજન પૂરું પડતાં હતાં. ગામડાંના લોકો તે સમયમાં અનેક અંધશ્રદ્ધામાં માનતા હતાં જો કઈ પણ ખરાબ બનાવ બને તો તે તેનાં કોઈ કારણો સર તેનાંથી થયેલ  કામને તે મરંણસાર બન્યું તેવું માનતા. પુરુષો એકદમ કડક અને રૂઢિવાદ હતાં. તે સમયમાં પુરૂષો કહે તે પ્રમાણે સ્ત્રીઓ કરવું પડતું હતું અને સ્ત્રી પોતાનાં સપનાઓ ભૂલી માત્ર પોતાનાં પતિની  ઈચ્છા પ્રમાણે કામ કરવું પડતું જો કોઈના કરે તો તેઓને માર ખાવો પડતો અને ક્યારેક તેનો જીવ પણ લેવાતો હતો.  તેમાં દરેક લાગણીને અલગ રીતે દર્શવામાં આવી છે, દરેક ગરબાનો ભાવ કઈક અલગ જોવા મળે છે. ત્યારે શહેરની એક સ્ત્રી પરણીને  એટલે મંજરી  તે આવતાં જ પોતાનાં શોખ ભરત- ગુંથણને છોડી અને તે ગામડાંની ઢબ પોતાની જાતને વળવાનો પ્રયાસ કરે છે.

તે રોજ પાણી ભરવા જાય ત્યારે તમામ સ્ત્રીઓ ગામડાંની તેની પાસે શહેરની વાતો કરતી અને ગામડાંની વાતોમાંથી સાંભળેલી વાત વિષે ચર્ચા કરતી તે રીતે પોતે જીવન જીવતી આનંદ મેળવતી. ત્યારે એક ઢોલી એટલે જયેશ મોરે તે મળતા રણમાં બેહોશ જોવા મળે ત્યારે મંજરી તેને પાણી પીવડાવે છે તો તે તેનાં માટે ઢોલ વગાડવાનું કહે છે આ ઢોલ નો એક સાદ  જાણે તેને નવું જીવન મળી ગયું હોય તેવું અનુભવ્યું તેનાં તાલ પાંખો ખૂલી હોય તેવું તે અનુભવે છે.ત્યારબાદ ઢોલી પોતાની એકલતમાં સાથ મળે છે કારણ તે પોતાની ખોયેલી દીકરી અને પત્નીના સપના પૂરા થતાં જોવે છે. એક અનુસુચિત જાતીમાથી પોતાની દીકરીનું એક સ્વપ્ન પૂરું કરતાં તેનો પરિવાર ખલાસ થઈ જાય છે.  તેની વાદેના આ સ્ત્રીઓનાં સવાલ અને ગરબા જોતાં મન મૂકી વ્યક્ત કરે છે. ત્યારે તેજ ઢોલી અને તેનો ઢોલએ ગામડાની સ્ત્રીઓ માટે એક સ્મિત ખુશી બની ગયું. અને એ રણમાં જાણે તે સાદ પોતાની ઓળખ બની ગયું. અત્યાર સુધી જે સ્ત્રીઓ પરાણે જાતી તે ઢોલી મળ્યાં બાદ  હવે ઉત્સાહ સાથે પાણી ભરવા જાતી. અંતે ગામનાં ભાઇઓને જાણ તે સ્ત્રીઓને માર મારે છે ,થતાં તે પેહલા ઢોલીને આશરો આપે પછી છેલ્લા નોરતે માવડીની આરતી બાદ તેને મારવાં હોય છે ત્યારે ધૂલો કહે અંતિમ ઇચ્છા પૂછો તો ત્યારે  ઢોલી  કહે છે કે તે ઢોલ વગાડશે અને જ્યાં સુધી તે ફાટે નહીં તે વગાડશે અને તેને સળગાવી નાખે જીવતા. તે ઢોલનાં તાલની સાથે તમામ મહિલાઓ ઘર બાર આવી પોતાના ગરબાની ધૂન સાથે ગરબા રમે છે કોઈ  પુરુષનાં ડર વગર મનમૂકી ગરબે ઝૂમે છે અને વરસાદ આવે છે ત્યારે ઢોલીને પોતાની દીકરી નાચતી હોય તેવી અનુભૂતિ થાય છે.

આ ફિલ્મમાંઆપણને  એક એવો  સાર મળે છે સ્ત્રીઓ પોતાની રીતે જીવશે તોજ સમાજમાં પોતાની ઓળખ બનાવશે સપનાં કોઈનાં ડરથી કે અટકાતાં નથી. સ્ત્રીઓ કોઈ મનોરંજનનું પાત્ર નથી ગરબા તે માતાની આરાધનાં છે. સ્ત્રીઓ શ્રદ્ધા અને આરાધનાનું કેન્દ્ર છે તે ભક્તિ માવડીની જ ભક્તિ છે. અંધશ્રદ્ધા કરતાં સ્ત્રી પરની શ્રદ્ધા એક માંની આરધના છે.

Loading...