Abtak Media Google News

આતશબાજી અને શરણાઇના સુર સાથે આરતી ઉતારી રથનું પ્રસ્થાન કરાયું

આબાલ વૃઘ્ધ સહુ કોઇને આનંદ આવે ભગવાન તથા સંસ્કૃતિ પ્રત્યે શ્રઘ્ધા અને આસ્થા વધે એવા હેતુ સાથે પાટડી ખાતેના તીર્થક્ષેત્ર વર્ણીન્દ્રધામ ખાતે વિવિધ આયોજનો થઇ રહ્યા છે.

ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા નિમીતે ચાલી રહેલા પંચ દિનાત્મ ઉત્સવમાં આજે દ્વિતીય દિવસે ભગવાનની રથયાત્રા નગરયાત્રા નીકળેલી છે. જેમાં ઓરીસ્સા રાજયના કારીગરોએ બનાવેલ કલાત્મક સોનેરી રથમાં ભગવાનને વર્ણીન્દ્રધામના મહંત સ્વામીશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ પધરાવેલ.આતશબાજી અને શરણાઇના સુર સાથે ભગવાનની આરતી ઉતારી રથનું પ્રસ્થાન થયું. મસાલો ધજાઓ નિશાન સાથે નીકળેલ આ યાત્રામાં સાધુ સંતો તેમજ હજારો ભાવિકો જોડાયેલા હતા.

પ્રજી સ્વામીએ કહ્યું હતું કે આજથી આ રીતે રથયાત્રા દરરોજ સાંજે વર્ણીન્દ્રધામના પરિસરમાં ભગવાન દર્શન દેવા માટે ફરશે અને પછી સહુએ સંઘ્યા સમયે મહાનિરાજન આરતીના દર્શન તથા લાઇટીંગનો નજારો મોડે સુધી માળતા રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.