નાસાને મળી મોટી સફળતા, બીજા સૌર મંડળની કરી શોધ

national
national

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મોટી સફળતા મેળવી છે. નાસાએ પોતાના ટેલિસ્કોપ દ્વારા નવા સૌર મંડળની શોધ કરી છે. આ સૌરમંડળમાં આઠ ગ્રહો છે.

નાસાએ કેપ્લર સ્પેસ ટેલીસ્કોપ અને ગુગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ દ્વારા આ સૌરમંડળ શોધી કાઢ્યુ છે. નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આઠ ગ્રહો વાળુ આ સૌર મંડળમાં કેપ્લર-90-આઈ નામનો તારો છે અને તેની ચારે તરફ બીજા ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે.આ સૌર મંડળ આપણા સૌર મંડળથી બે હજાર 545 પ્રકાશ વર્ષ દૂર છે. ઓસ્ટિન ખાતેની ટેક્સાસ યુનિવર્સિટીના ખગોળ શાસ્ત્રીના મતે કેપ્લર-90 સૌર મંડળ આપણા સૌર મંડળના મિની વર્ઝન સમાન છે.કેવી છે ગતિ

જોકે તે પોતાની ભ્રમણ કક્ષામાં દર 14.4 દિવસમાં એક વખત પોતાનુ ભ્રમણ પુરુ કરે છે. એટલે કે,  કેપ્લર -90 પર એક પૃથ્વીની રીતે એક વર્ષનો સમય માત્ર બે સપ્તાહમાં પૂરો થાય છે.

કોણે શોધ્યુ નવુ સૌરમંડળ

નવા સૌરમંડળની શોધ અમેરિકી અંતરિક્ષ રિસર્ચ સંસ્થા નાસાએ કરી છે. નાસાએ વર્ષ 2009માં કેપ્લર સ્પેસ ટેલિસ્કોપને લોન્ચ કર્યુ હતું. જેણે અત્યાર સુધી લગભગ દોઢ લાખ તારાઓને સ્કેન કર્યા છે. નાસાના ખગોળ શાસ્ત્રીઓએ કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા મોકલવામાં આવતી માહિતી દ્વારા અત્યાર સુધી 2500 ગ્રહોને શોધી કાઢ્યા છે.

Loading...