Abtak Media Google News

ફ્રાન્સ, જર્મની અને સ્પેન દ્વારા ૩ મહત્વનાં ઈન્સ્ટુમેન્ટની મદદથી મંગળ ગ્રહ પર કરાશે સંશોધન

નાસા દ્વારા મંગળ ગ્રહ પર છોડવામાંવેલુ સ્પેશક્રાફટ જેનું નામ ‘ઈનસાઈટ’ છે તે સફળતાપૂર્વક મંગળગ્રહ પર ઉતરી ગયું હતુ અને પ્રથમ સંદેશો મોક્લ્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ‘ઈનસાઈટ’ સ્પેસક્રાફટની હાલતમાં કોઈ પણ ગડબડી નથી થઈ અને સુચારૂપથી ચાલી રહ્યું છે. ૭ વર્ષની યાત્રા પૂર્ણ કર્યા બાદ ‘ઈન્સાઈટ’ સ્પેશક્રાફટ સફળતાપૂર્વક મંગળગ્રહ પર ઉતરણ કર્યું હતુ. તમામ વૈજ્ઞાનિકોએ એ પળને ખૂબજ ઉત્સાહ અને હર્ષોલ્લાશથી ઉજવી હતી. મંગળગ્રહ પર છોડવામાં આવેલા ઈનસાઈટ સ્પેશક્રાફટનું મુખ્ય કાર્ય એ છે કે મંગળગ્રહ પર કવેકસને સાંભળવું, તથા તે જમીનનું રહસ્ય સહિત અનેક માહિતી મોકલવી આ સફળતા પાછળ નાસાએક માત્ર એજન્સી છે.

જેને પોતાનું સ્પેશક્રાફટ પ્રથમવાર માંજ મંગળગ્રહ પર ઉતરાણ કરાવ્યું હતુ. સવિશેષ વાત કરીએ તો ઈનસાઈટ ઉપગ્રહમાં ફ્રાન્સ, જર્મની અને સ્પેનની સંસ્થા દ્વારા ઈકવીપમેન્ટ પણ મૂકવામાં આવ્યા છે. જેમાં ફ્રાન્સ દ્વારા સેન્સીંગ કવેક ઈકવીપમેન્ટ મૂકવામાં આવ્યા છે. જે મંગળગ્રહ પર તેની ધરતીની વિગત આપશે જયારે જર્મન એરોસ્પેશ સેન્ટર દ્વારા સ્લેફ હેમરીંગ મોલ બનાવવમા આવ્યો છે. જે જમીનમાં ૧૬ ફૂટ અંદર જઈ હિટની માપણી કરી શકશે. તથા સ્પેન દ્વારા વિન્ડ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જે મંગળગ્રહ પર હવાનું પ્રમાણ, હવાનીગતીનું માપ લઈ શકશે એટલે કહી શકાય કે નાસા દ્વારા જે માનવ રહીત સ્પેશક્ફર્ટ મંગળગ્રહ પર છોડવામાં આવ્યું છે તે મંગળગ્રહનું પૂર્ણ રૂપથી સંશોધન કરશે.

જયારે ઈસરો દ્વારા ૩૦ વિદેશી સેટેલાઈટ અંતરીક્ષમાં છોડાશે જે પીએસએલવી સી.૪૩ રોકેટનાં આધારે કરવામાં આવશે. પીએસએલવીની ૪૫મી ફલાઈટ સતીષ ધવન સ્પેશ સેન્ટરથક્ષ લોન્ચ કરાશે. ઈસરો દ્વારા પૃથ્વી પર નજર રાખી શકે તે માટે હાઈશીશ સેટેલાઈટ બનાવવામાં આવી છે. જે ૬૩૬ કીમી પોલર અનની ભ્રમણ કક્ષામાં મૂકાશે સેટેલાઈટનું આયુષ્ય ૫ વર્ષનું માનવામાં આવે છે. ૩૦ સેટેલાઈટની વાત કરીએ તો તેમાં એક માઈક્રો અને ૨૯ નેનો સેટેલાઈટ લોન્ચ કરાશે, જે ૮ વિભિન્ન દેશોમાંથી લેવાશે. જેમાં યુએસએની ૨૩ સેટેલાઈટ, ઓસ્ટ્રેલીયા, કેનેડા, કોલ્મબીયા, ફિનલેન્ડ, મલેશીયા, નેધરલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.