Abtak Media Google News

‘એસ્થરોસ’ મિશનથી અવકાશમાં રહેલા તારાઓનું અવલોકન અને નવા અભ્યાસમાં મદદરૂપ થશે

અવકાશમાં નવા નવા સંશોધન કરવા માટે ભારતીય આંતરીક્ષ એજન્સી નાસા અનેક પ્રકારના પ્રોજેકટો હાથમાં લેતી હોય છે. ત્યારે નાશા દ્વારા અવકાશમાં રહેલા તારાઓનો અભ્યાસ કરવા માટે ફુટબોલના ગ્રાઉન્ડ કરતા પણ મોટો બલૂન અવકાશમાં તરતો મુકશે. અવકાશમાં છોડાતા આ બલૂનમાં તારાઓનો અભ્યાસ કરવા માટે ૨.૫ મીટરનું ટેલીસ્કોપ, સ્ટ્રેટોસકોપ, વેવલેન્થ ઓબમરર્વ કરવાના ઉપકરણો સાથે લઇને ફરશે. નાશા દ્વારા આ મિશનનું નામ ‘એસ્થરોસ’ આપવામાં આવ્યું છે. આ મ્શિન ડીસેમ્બર ૨૦૨૩ના રોજ થશે તેવું નાશા દ્વારા જણાવાયું છે ‘એસ્થ્રોસ’ ત્રણ અઠવાડીયા સુધી હવામાં ફરશે.

‘અસ્થ્રરોસ’ બલુનની સાઇઝ ૪૦૦ ફુટ એટલે કે ૧પ૦ મીટર જેટલી છે. જે ફુટબોલના સ્ટેડીયમ કરતાં પણ મોટી છે. જે અવકાશની સપાટી પર ૬૨ માઇલની ઉંચાઇ પર આ બલુનને છોડવામાં આવશે. જે પૃથ્વીના વાતાવરણમાં રહેલા આછા વેવબેન્ઝને જોઇ અને તેનો અભ્યાસ કરવામાં સરળ રહેશે. પ્રોજેકટ મેનેજર જોશસીબેસએ જણાવ્યું હતું કે બલૂન મીશન ખુબ ખર્ચાળ અને રીસ્કવાળુ છે. પરંતુ તેનાથી ખુબ જ સારી માહીતી મળી રહેશે. વધુમાં તેણે જણાવ્યું હતું કે ‘એસ્થરોસ’મ્શિનથી આ પહેલા ન થયેલું અવલોકન થઇ શકશે. આ મિશનથી ભવિષ્યના અવકાશી મિશનો માટે મદદરૂપ થઇ શકશે. અને આવનારી પેઢીના એન્જીનીયરો અને સાઇન્ટીસ્ટને મદદરૂપ નિવડશે.

‘એસ્થરોસ’ ગેસ મીશન અને સ્પીડ માટેના સાધનો સાથે લઇને અવકાશમાં જશે. તેમજ બલૂન દ્વારા ચાર મુખ્ય વસ્તુઓ પર અભ્યાસ કરશે. જેમાં મિલ્કીવે ગેલેકસીના તારાઓનો પણ સમાવેશ થાય છે. એસ્થરોસ થ્રીડી મેપ બનાવશે જેમાં નવા બનતા મટિરીયલ્સના હશે તેમાં થતી પ્રક્રિયા પણ આ થ્રીડી મેપીંગ દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવશે. નાસાની બલૂન ટીમ દ્વારા આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આ મિશનથી ગેલેકસી મેસર ૮૩નું અવલોકન કરી સંપૂર્ણ માહિતી મોકલશે. તેમજ અલગ અલગ ગેલેકસીઓ વિશે માહીતી આપશે. બલૂન દ્વારા ટીડબલ્યુ હાઇડ્રા જે યુવા સ્ટાર છે. તેના પર રહેલા ગેસ ધુળ જેવી વસ્તુ પર અવલોકન કરશે.

મિશનમાં વપરાતું બલૂન એ એન્ટીકવાટેડ ટેકનોલોજીથી બનશે. નાશાના વૈજ્ઞાનિકો દ્વારા જણાવ્યા અનુસાર ૩૦ વર્ષની આ પ્રોજેકટ છે. જેમાં વીવોપ્સ ફલાઇટ સુવિધાથી ઉંડાણ કરશે. આ મિશનની હેતુ એ છે કે આનાથી નવા અભ્યાસો થશે. અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ પણ થઇ શકે છે. તેમજ અવકાશી અભ્યાસ માટે ઉપયોગ થશે. બલૂન મિશન એ અવકાશી બીજા મિશનો કરતાં સસ્તુ છે. સાથે સાથે સમયમાં પણ બીજા મિશનો કરતા ઝડપી છે. તેના કારણે જ એ કયાંકને કયાંક રીસ્કમાં હોય તેવું નાસાના વિજ્ઞાનીકોને લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.