Abtak Media Google News

 નરોડા પાટિયા હત્યાકાંડમાં નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે શુક્રવારે ચુકાદો જાહેર કરાય તેવી શક્યતા છે. આ કેસમાં પૂર્વ મંત્રી ડો. માયાબેન કોડનાનીને 28 વર્ષ તેમજ બાબુ બજરંગીને જીવે ત્યાં સુધીની જેલની સજાનો હુકમ થયો હતો. આ સાથે અન્ય 30 આરોપીઓને પણ 21 વર્ષથી લઈને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

સજાના આ હુકમ સામે આરોપીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. બંને પક્ષોની તમામ દલીલો પૂર્ણ થતાં કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો હતો. ત્યારે આ કેસમાં હાઇકોર્ટ આજે ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.