Abtak Media Google News

સવારે ૮ કલાકે ત્રંબા ત્રિવેણી સંગમ ઘાટથી નર્મદાના નીર આજી નદીના વહેણમાં છોડાયા: ૪ ચેક ડેમ ભરાયા બાદ આજીડેમ ભરાવાનું શ‚ થશે: પદાધિકારીઓએ કર્યા નર્મદા મૈયાના વધામણા

રાજકોટની પાણીની સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરથી છલકાવી દેવાની મહત્વકાંક્ષી યોજનાનો આગામી ૨૯મી જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. વાંકાનેરના કણકોટ નજીક આવેલા મચ્છુ-૧ ડેમમાંથી છોડવામાં આવેલા નર્મદાના નીર આજે સવારે ૮ કલાકે ત્રંબા ત્રિવેણી સંગમ ઘાટ ખાતે પહોંચી જતા નર્મદાનું પાણી આજી નદીના વહેણમાં છોડવાની શ‚આત કરી દેવામાં આવી છે. ૪ ચેક ડેમ ભરાયા બાદ નર્મદા નીરથી આજી ભરાવવાનું શ‚ થશે. મેયર સહિતના પદાધિકારીઓએ સવારે નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

આજી ડેમને નર્મદાના નીરથી ભરવા માટે ચાર દિવસ પહેલા મચ્છુ-૧ ડેમ ખાતેથી પાઈપ લાઈન મારફત નર્મદાના નીર છોડવામાં આવ્યા હતા પરંતુ વચ્ચે ટેકનિકલ ક્ષતિ ઉભી થતા અનેક વાર પમ્પીંગ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ગઈકાલે પણ પમ્પીંગ બંધ થઈ ગયું હતું. દરમિયાન મોડીરાત્રે ફરી પમ્પીંગ શ‚ થતા આજે સવારે ૮ કલાકે ત્રંબા નજીક આવેલા ત્રિવેણી સંગમ ઘાટ ખાતે નર્મદાના નીર પહોંચી ગયા હતા. મચ્છુ-૧ ડેમથી ત્રંબા સુધી ૩૧ કિલોમીટરના વિસ્તારમાં ૩૭૦ કરોડના ખર્ચે પાઈપ લાઈન બિછાવવામાં આવી છે. ત્રંબા નજીક નર્મદાના નીર આજી નદીના વહેણમાં છોડી દેવામાં આવ્યા છે. ત્રંબાના નાના ત્રણ ચેક ડેમ અને કા

ળીપાટ નજીક આવેલો એક મોટો ચેકડેમ ભરાયા બાદ આજી ડેમ ભરાવાનું શ‚ થશે. હાલ જે રીતે પાણીનો ફલો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે, આજે સાંજ સુધીમાં ચારેય ચેકડેમ ભરાય જશે અને કાલ સવારથી આજી ડેમ ભરાવાનું શ‚ થઈ જશે. જયારે ૨૯મી જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજી ડેમને ભરી દેવાના કામનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આજીડેમ અડધાથી વધુ ભરેલો હશે.

આજે ત્રંબા ખાતે નર્મદા નીરનું આગમન થતા મહાપાલિકાના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, શાસકપક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી અને પક્ષના દંડક રાજુભાઈ અઘેરા સહિતના લોકો નર્મદા મૈયાના વધામણા કરવા માટે ત્રંબા ત્રિવેણી સંગમ ઘાટે પહોંચી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.