Abtak Media Google News

નર્મદાના ઘટતા સ્તરથી સરકાર ચિંતિત: ૨૦૧૯ બાદ અમદાવાદના પાંચ સુએજ ટ્રીટમેન્ટ પ્લાટના પાણી ટ્રીટમેન્ટ કરી સાબરમતીમાં વહેશે

રાજયમાં ઘેરા બનેલા જળ સંકટને પગલે અંતે રાજય સરકાર દ્વારા અમદાવાદની સાબરમતિમાં ઠલવાનું નર્મદાનું પાણી બંધ કરવા નિર્ણય કર્યો છે અને ૨૦૧૯થી સાબરમતિ નદીમાં નર્મદાને બદલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાંટમાં ટ્રીટમેન્ટ કરાયેલા પાણીથી સાબરમતી નદીમાં પાણી ઠાલવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષ ગુજરાતમાં સારો વરસાદ થયો છે પરંતુ નર્મદા બંધના ઉપરવાસમાં મઘ્યપ્રદેશમાં દુષ્કાળ જેવી સ્થિતિને કારણે રાજયની જીવાદોરી સમાન નર્મદા બંધમાં જળસપાટી ઘટી જતા રાજય સરકાર મુશ્કેલીમાાં મુકાઇ છે અને ૨૦૧૯થી અમદાવાદની સાબરમતિ નદીમાં નર્મદાના પાણી નહી છોડવામાં આવે તેવો નિર્ણય કર્યો છે. વધુમાં સાબરમતી રીવર ફ્રંન્ટની શોભા જાળવી રાખવા અમદાવાદ મહાનગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાંટમાં ફિલ્ડર કરેલા પાણીને સાબરમતી નદીમાં ઠાલવવા સુચના આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારે જણાવ્યું હતું કે નર્મદાના પાણીને પીવા માટે ઉપયોગમાં લેવું જરુરી હોય સરકારની આ સુચનાને પગલે અમદાવાદનાં પાંચ સુએજ ટ્રીટમેન્ટ પ્લાંટમાં શુઘ્ધ થયેલ પાણીથી સાબરમતી નદી ભરવામાં આવશે આ માટે રૂ ૪૦૦ કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાટનું આયોજન કરાયું હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં ૧૦ થી ૧ર મીલીયન કયુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહાય છે અને સિંચાઇ વિભાગ દરરોજ અમદાવાદના વાસણા બેરેજમાંથી ર૦૦ થી ૩૦૦ કયુસેક પાણી છોડે છે. જેના વિકલ્પો પાંચ સુએજ ટ્રીટમેન્ટ પ્લાટમાંથી પાણી છોડી ૧૧.૫ કીમી લાંબીા રીવર ફ્રન્ટને પાણીથી છલોછલ ભરાશે.

એક વખત સાબરમતીની નદીમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાટનો પાણીથી ભરવામાં આવ્યા બાદ ઘરોઇ ડેમથી સાબરમતિ નદીમાં ઠાલવવામાં આવતા પાણીને ડાઇવર્ટ કરી ધોળકા અને આણંદ પંથકના ગ્રામ્ય વિસ્તારોને આ પાણી સિંચાઇ માટે આપવામાં આવનાર હોવાનું સતાવાર સુત્રેએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.