Abtak Media Google News

ભુજમાં અછત સામેની રાહત કામગીરીની સમીક્ષા કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: અછતની સ્થિતિમાં કચ્છને કોઈ મુશ્કેલી નહીં પડવા દેવાની ખાતરી આપતા સીએમ

પશુપાલકોને હાલાકી ન પડે તે માટે અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડ કિલો ઘાસનું વિતરણ કરી દેવાયું: દહાણુથી ખાસ ટ્રેન મારફતે ઘાસ મંગાવાયું

અપૂરતા વરસાદના પરિણામે કચ્છમાં ઉદ્ભવેલી અછતની સ્થિતિ પ્રત્યે સતત ચિંતિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ભુજ પહોંચ્યા હતા અને અહીં ચાલતા પશુ રખરખાવ અછત રાહત સમીક્ષા કરી હતી. જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી અછત રાહતની રજેરજની માહિતી મેળવી હતી. તેમણે કચ્છને આશ્વાસિત કર્યું છે કે અછતના આ કપરા સમયમાં કચ્છને કોઈપણ મુશ્કેલી પડવા દેવામાં નહીં. કચ્છને ફાળવવામાં આવેલા ફોડર કેમ્પમાંથી વિતરિત ઘાસના જથ્થામની પણ માહિતી મેળવી હતી.

અછતની સ્થિતિમાં પાણી રોજગારી અને ઘાસચારાની બાબતોને અગ્રતા આપવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે કચ્છને માં નર્મદાનું પાણી મળી રહે તે માટે આગામી  તા.૨૦ જાન્યુઆરીથી ટપ્પકર ડેમ ભરી દેવામાં આવશે.

તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્ય સરકાર પાસે ઘાસનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. બહારના રાજ્યોમાંથી એનજીઓ દ્વારા મેળવવામાં આવતા જતા ઘાસના જથ્થા બાબતે પણ રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરશે.2 62અપૂરતા વરસાદની સ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા પહેલી ઓક્ટોબરથી જ કચ્છને અછતગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે તેમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું પશુઓની સારસંભાળ લેતા પાંજરાપોળને ત્વારીત ઘાસ આપવામાં આવ્યું છે અને સબસિડી પણ આપવામાં આવી છે તેમણે એમ પણ કહ્યું કે જરૂર પડે તો કચ્છમાં કેટલ કેમ્પ શરૂ કરવામાં આવશે. પાલઘર જિલ્લાના દહાણુ ખાતેથી ખાસ ટ્રેન મારફત કચ્છ માટે ઘાસ મંગાવવામાં આવી રહ્યું છે. ૬ રેક આવી ગઇ છે. જ્યારે, બાકીની સાત રેક રવાના થઇ છે.

કચ્છની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ પણ આવશ્યક હોવાથી વાત પર ભાર મુકતા  રૂપાણીએ આવી સંસ્થાઓ સાથે સંકલન સાધવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી છે.3 38કચ્છની અછતની સ્થિતિને સામૂહિક પ્રયત્નો દ્વારા અવસરમાં પલટવાનો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો અને અછતને લગતા પ્રશ્નો પ્રત્યે પૂરતાં પગલા લેવા તેમણે સુચના આપી છે. પાણી અંગેની રાજ્ય સરકારના આયોજનની વિગતો આપતા દુષ્કાળ ભૂતકાળ બને તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે તેમ પણ રૂપાણીએ ઉમેર્યુ હતું.

કચ્છતમાં કરવામાં આવી રહેલા અછત રાહતના કામોની તલસ્પૂર્શી વિગતો મેળવી હતી અને તે બાબતે તેમણે સંતોષ વ્ય કત કર્યો હતો.બેઠકના પ્રારંભે જિલ્લાો કલેકટર રેમ્યાો મોહને સમગ્ર કચ્છેની પરિસ્થિતિનો ચિતાર રજૂ કરી હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.4 26બેઠકમાં વિગતો રજુ થઇ તે મુજબ ઘાસ કાર્ડની સંખ્યાન ૧,૦૪,૧૯૭ અને તેમાં ૩,૧૨,૫૯૧ પશુઓ નોંધાયેલ છે.         કચ્છ  જિલ્લા.ને ઉપાડ કરાયેલ ૨.૭૨ કરોડ કિ.ગ્રા.ઘાસનું વિતરણ કરવામાં આવેલ છે. તેમજ અન્ય  હરિયાણા, પંજાબ, રાજસ્થા્ન  રાજયમાંથી ઘાસ/પરાળ ખરીદવા દાતાઓના સહયોગથી સ્વૈ ચ્છિાક સંસ્થાજઓ વચ્ચેા કડીરૂપ ભૂમિકા ભજવવામાં આવેલ છે.

કચ્છ  જિલ્લાની કુલ ૧૦૨ ગૌશાળા, પાંજરાપોળોમાં ૮૪,૫૮૬ પશુઓનો નિભાવ કરવામાં આવે છે અને તેમને ૩૮.૪૦ લાખ કિ.ગ્રા.ઘાસનું ઓક્ટોબર પહેલા વિતરણ કરાયેલ છે. સરકાર દ્વારા ઢોર દીઠી રૂ.૨૫/- પ્રતિદિન સબસીડી અત્યોર સુધીમાં રૂ.૩.૫૪ કરોડ ચૂકવવામાં આવ્યાસ છે. કચ્છ  જિલ્લાના ૨૧૭ ગામોમાં નર્મદા નીર ૨૦૬ ગામોમાં નર્મદા નીરના સ્થાનિક પાણીના સોર્સ, ૪૨૭ ગામોમાં સ્થાનિક પાણીના સોર્સ અને ૧૭ ગામોમાં ટેન્કાર મારફત પાણી પુરવઠો આપવામાં આવે છે.

કચ્છ  જિલ્લા૩ માટે પાણી પુરવઠો પુરો પાડવા સહિતની કામગીરી માટે રૂ.૩૪૬૮.૪૦ લાખનો ગ્રામ્યત વિસ્તાર માટે અને શહેરી વિસ્તાાર માટે રૂ.૨૦૮ લાખનો ક્ધટીજન્સીથી પ્લાાન તૈયાર કરાયેલ છે. નર્મદાની કચ્છ  કેનાલ બ્રાન્ચ માંથી ટપ્પતર ડેમ, સુવઇ ડેમ અને ફતેહગઢ ડેમ ભરવાનું આયોજન છે.

અંજારથી કુકમા પાઇપ લાઇન નાખવાનું કામ અને વરસામેડી અને અંજાર પમ્પીંગ સ્ટેાશનની મશીનરી બદલવાનું કામ અંદાજે રૂ.૧૩૪ કરોડનું કામ એપ્રિલ-૨૦૧૯માં પૂર્ણ કરાશે. તેમજ ટપ્પર ડેમમાંથી પાણી ઉપાડવા માટે નવા જેકવેલ તથા પાઇપલાઇન સહિતના અંદાજે રૂ.૧૪૭ કરોડના કામોને મંજુરી મળેલ છે. જે કામ જુલાઇ-૨૦૧૯માં પૂર્ણ કરાશે.

આ ઉપરાંત ડીઆરડીએ, ખેતીવાડી, સિંચાઇ, બાગાયત, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ પ્રેઝન્ટેછશન માધ્યડમથી મુખ્યંમંત્રીશ્રીને હાલની પરિસ્થિડતિમાં કરાઇ રહેલી કામગીરી વિશેની કચ્છ્નું ચિત્ર રજૂ કર્યું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા ઘાસનું બિયારણ વિનામૂલ્યે આપવામાં આવશે.જિલ્લા  વિકાસ અધિકારી પ્રભવ જોષીએ કચ્છંમાં નરેગા યોજના અંતર્ગત હાલમાં અપાતી માનવદિન રોજગારીની વિગતો આપી હતી.

આ પ્રસંગે મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, રાજયમંત્રી વાસણભાઇ આહિર, સંસદ સભ્યવ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્યા ડો.નીમાબેન આચાર્ય, ગાંધીધામ ધારાસભ્યસ માલતીબેન મહેશ્વનરી, માંડવીના ધારાસભ્યમ વિરેન્દ્રખસિંહ જાડેજા, અબડાસાના વિધાયક  પી. એમ. જાડેજા, જિલ્લા  પંચાયત પ્રમુખ લક્ષ્મંણસિંહ સોઢા, મહેસુલ વિભાગના અધિક મુખ્યબ સચિવ પંકજકુમાર, રાહત કમિશનરશ્રી, એમ.આર.કોઠારી, જિલ્લાક કલેકટર રેમ્યાક મોહન, જિલ્લાડ વિકાસ અધિકારી પ્રભવ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એસ.ઝાલા, પૂર્વ કચ્છક પોલીસ અધિક્ષક પરિક્ષિતા રાઠોડ, અછત સમિતિ સભ્યોર સર્વ તારાચંદભાઇ છેડા, નવીનભાઇ મોરબીયા, મીંયા હુસેન, વલમજીભાઇ હુંબલ, મોહનભાઇ લીંબાણી, ભરતભાઇ સોંદરવા, જીવાભાઇ આહિર વિગેરે ઉપસ્થિનત રહીને ચર્ચામાં સકારાત્મ,ક રીતે ભાગ લીધો હતો.

માધાપરમાં ગૌશાળાની મુલાકાત લઈને ગૌપૂજન કરતા મુખ્યમંત્રી5 20ભુજ ખાતે અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા અર્થે પધારેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માધાપર સ્થિત ૫૦૦થી વધુ પશુધન પાલક ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમજ સંસ્થા દ્વારા ગાયોની લેવામાં આવતી સાર સંભાળ અને વ્યવસ્થાપન માહિતી મેળવી હતી. ત્યારબાદ ‚પાણીએ ગૌમાતાનું પુજન કર્યું હતું. તેમજ ગાય માતાને ગોળ અને ઘાસચારો અર્પણ કરીને પુણ્યનું ભાણું બાંઘ્યું હતું.

પ્રારંભે બાળાઓ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને કુમકુમ તિલક કરી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા મુખ્યમંત્રીનું ફુલહાર તેમજ સાલ ઓઢાડી ભવ્ય અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે માધાપર નવાવાસ ગામના સરપંચ પ્રેમીલાબેન અરજણભાઈ તેમજ સંસ્થાના પ્રમુખ અરજણભાઈ શિવજીભાઈ તેમનું મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.