Abtak Media Google News

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળરાશિમાં ૧૫૩૬૨ કયુસેક પાણીનો વધારોઃ૧૩૬૯૦ કયુસેક પાણીની

જાવક થયેલ છે.કેનાલ હેડ પાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતાવાળા ૩ યુનિટ કાર્યરતઃ ૨૩૬૭ મેગાવોટનું વિજઉત્પાદન રાજપીપળા, ગુરૂવારઃ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આજે તા. ૨૫ મી જુલાઇ,૨૦૧૯ ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી દીધી છે અને આજે સવારના ૮-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર રહેવા પામી હોવાના અહેવાલ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ.દલવાણી તરફથી પ્રાપ્ત થયા છે.

નર્મદા ડેમ સાઇટ ખાતે કેનાલ હેડપાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટપૈકી આજે ત્રણ જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત હતાં અને ગત તા. ૨૪ મી જુલાઇ,૨૦૧૯ ના ૦૦-૦૦ થી૨૪-૦૦ કલાક દરમિયાન ૨૩૬૭ મેગાવોટ જેટલું વિજ ઉત્પાદન કરાયું હતું.કેવડીયા કોલોની ખાતેના નર્મદા ડેમ ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ગઇકાલ તા.૨૪ મીજુલાઇના સવારના ૮-૦૦ કલાકથી આજે તા.૨૫ મી જુલાઇના સવારના ૮-૦૦ કલાક સુધીના સમયગાળાદરમિયાન નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર- ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળરાશિમાં ૧૫૩૬૨ કયુસેકપાણીનો વધારો નોંધાયો છે, જયારે મુખ્ય કેનાલમાંથી ૧૩૬૯૦ કયુસેક પાણીની જાવક નોંધાવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.