Abtak Media Google News

કે.જી.થી ધો.૫માં ૧૫૦ બાળકો કરી રહ્યા છે અભ્યાસ; પુસ્તકમાં જ્ઞાન સાથે બાળકોને ઈતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે

આજના આધુનિક યુગમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. સાથોસાથ ઈગ્લીશનું પણ મહત્વ વધી રહ્યું છે. આજે મધ્યમ વર્ગ પણ પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા મોંઘી ફી ભરી પોતાના બાળક માટે અથાગ મહેનત કરતા હોય છે. ત્યારે છેલ્લા થોડા સમયથી લોકોમાં એવી માન્યતા બંધાઈ ગઈ છે કે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપે તોજ બાળખ તેજસ્વી બને શહેરમાં અનેક ખાનગી અંગ્રેજી મીડીયમ સ્કુલ આવેલી છે.

એવી પણ માન્યતા છે કે ખાનગી સ્કુલમાં જ બાળકને ભણાવવાથી તે તેજસ્વી હોશિયાર શિક્ષીત બનશે પરંતુ શહેરમાં કોર્પોરેશન સંચાલીત ઈગ્લીશ મીડીયમ શાળાઓ પણ આવેલી છે. જેમા કવિ શ્રી નર્મદ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા નં. ૭૯, ડો. હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા નં. ૭૮, તથા શ્રી રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા નં. ૬૪ બી આ ત્રણેય શાળામાં ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. ત્રણેય શાળામાં જે એચ.પી. એજયુકેશન ફાઉન્ડેશન હેઠળ બાળકોને ભણાવવામાં આવે છે. ત્યારે ફકત કવિ શ્રી નર્મદ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા નં. ૭૯ની વાત કરીએ તો આ શાળામાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બાળકોને શિક્ષણની સાથોસાથ ઈતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે જેવી કે આર્ટ એન્ડ ક્રાફટ, ડાન્સ, સ્પોટર્સ તથા તહેવારોની પણ ઉજવણી કરાય છે.

Narmad-English-Medium-School-Government-Government-Schools-Where-Children-Are-Receiving-Churns-Of-Education
narmad-english-medium-school-government-government-schools-where-children-are-receiving-churns-of-education

બાળકોને શાળામાં ભોજન પણ આપવામાં આવે છે. ગરીબ વર્ગના લોકોની ઈચ્છા હોય છે કે પોતાનું બાળક પણ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે તે આ ત્રણેય શાળા દ્વારા પૂરી થાય છે. શાળાનું વાતાવરણ શાળામાં ચોખ્ખાઈ બાળખોને સ્વચ્છતાના પાઠ ભણાવવામા આવે છે.

કવિ નર્મદા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા નં. ૭૯ના પ્રિન્સીપાલ હિરલ પટેલએ જણાવ્યુંં હતુ કે અમારી શાળામાં કે.જી.થી ધો.૫માં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે બાળકોને શાળાએ આવવું ખૂબજ પસંદ છે. અમે બાળકોને પુસ્તક જ્ઞાનતો આપીએ જ છીએ પરંતુ સાથોસાથ તેમને કેવી રીતે બોલવું ચાલવું કેવી રીતે કપડા પહેરવા, કેવી રીતે લોકો સાથે વાતચીત કરવી સ્વચ્છ, શિસ્ત વિશે પણ શીખવાડીએ છીએ.

Narmad-English-Medium-School-Government-Government-Schools-Where-Children-Are-Receiving-Churns-Of-Education
narmad-english-medium-school-government-government-schools-where-children-are-receiving-churns-of-education

અમારી શાળામાં બાળકોને ઈત્તર પ્રવૃત્તિઓ પણ કરાવીએ છીએ. જો કોઈ બાળક શાળાએ ન આવ્યું હોય તો તેમના માતા પિતાને ફોન કરીને પુછતાછ પણ કરીએ છીએ. અમે બાળકની ખૂબજ કાળજી લઈએ છીએ અમારી શાળાના બાળકો અત્યારે કળકળાટ અંગ્રેજી બોલી શકે છે. અમને બાળકો સાથે ખૂબજ આનંદ આવે છે.

અંગત રસ લઈને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાના અમારા પ્રયાસો: નરેન્દ્રસિંહ ઠાકુર

Narmad-English-Medium-School-Government-Government-Schools-Where-Children-Are-Receiving-Churns-Of-Education
narmad-english-medium-school-government-government-schools-where-children-are-receiving-churns-of-education

અબતક સાથેની વાતચીત દરમિયાન નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવ્યું હતુ કે ઈગ્લીશ મીડીયમની શાળાઓમાં વિનર્મએ ૬ વર્ષથી ચાલે છે અને શાળા છેલ્લા ૪ વર્ષથી ચાલુ થઈ છે. કવિ નર્મદમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાલમાં છે તેને ૬ વર્ષ થયા હાલ ૫ સુધીનાં ધોરણો છે. તેમાં ૯ સુધી ધોરણો કરવાના છે. જેનું કાર્ય હજુ ચાલુ થાશે. હોમી જાગીર ભાભામાં ૧૫૦ વિદ્યાર્થીઓ છે તે શાળાને શરૂ થયા ને ૪ વર્ષ પૂર્ણ થયા છે. તેમાં એલકે.જી.થી. ૬ ધોરણો છે. તેમાં ૨૫ બાળકોને એડમીશન આપવામાં આવે છે. બાળકોને હાલમાં જે. એસ.એન.કે. સ્કુલમાં જે સગવડો મળે છે. જે શિક્ષણ આપવામાં આવે છે. કિરણભાઈ પટેલ અને અમરભાઈ ભાલોળીયા અને તેમના મેનેજર લક્ષ્મીકાંત ભાઈ મકવાણા તે બધશ અંગત રીતે રસ લઈને તે ગરીબ બાળકોને પણ ઉચ્ચતર શિક્ષણ મળે તેવી ભાવનાથી પોતાના સ્યાફદ્વારા પોતાની પધ્ધતિથી ઉચ્ચ શિક્ષણ મળેતે માટે સોફટવેર, બધા ઈસ્ટુયુમેન્ટ પોતાના વાપરીને શિક્ષણ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.