નારી તું નારાયણી: ચાર મહિલા પાયલટે ભરી એરઇન્ડિયાની સૌથી લાંબી ઉડાન

આજના યુગમાં મહિલાઓ અવકાશમાં પહોંચી ગઈ છે તેવું આપણે ઘણી વાર સાંભળીએ છીએ. પરંતુ આજે આપણે જે વિષયે વાત કરી રહ્યા છીએ તે એરઇન્ડિયા પાયલટની કમાલની છે. 4 મહિલા પાઇલટ્સના ક્રૂએ એક અનોખું પરાક્રમ બતાવ્યું છે. એર ઇન્ડિયાની ફક્ત મહિલાઓના ક્રુએ સાન ફ્રાન્સિસ્કોથી બેંગલોરની એરઇન્ડિયાની સૌથી મોટી હવાઈ યાત્રા કરી હતી.

કેટલી લાંબી મુસાફરી?

સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોરનું અંતર લગભગ 16,000 કિ.મી. છે. સામાન્ય રીતે આ હવાઈ રૂટ પરની એરલાઇન્સ યુરોપ અથવા જાપાન થઈને સાન ફ્રાન્સિસ્કોથી ભારત આવે છે. પરંતુ આ 4 મહિલા પાઇલટ્સે ઉત્તર ધ્રુવ થઈને હવાઈ માર્ગે જ સફર ખેડી હતી. તેમજ ફક્ત મહિલા ક્રૂ-સભ્યોની સૌથી લાંબી ઉડાનનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ મહિલા પાઇલટ્સે રવિવારે 10 જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કોથી આ ફ્લાઇટ લીધી હતી જે એર ઇન્ડિયાની સૌથી લાંબી ફ્લાઇટ હતી.

આ વિમાન બન્યું ઇતિહાસનું સાક્ષી

આ ઐતિહાસિક યાત્રાનું સાક્ષી એર ઇન્ડિયાનું 12 વર્ષ જૂનું ‘બોઇંગ 777-200LR’ વિમાન બન્યું હતું. આ વિમાનના આગળના ભાગ પર ‘કેરળ’ નામ લખેલું છે, સાથે મહાત્મા ગાંધીનું ચિત્ર પણ કોતરવામાં આવ્યું છે. ફ્લાઇટ નંબર એઆઇ 176 એ આ અંતર લગભગ 17 કલાકમાં 557 નૉટ એટલે કે 1,032 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ 37,000 ફૂટથી વધુની ઉડાન પૂર્ણ કરી હતી. આ વિમાનમાં 238 લોકોની બેસવાની ક્ષમતા છે.

Loading...