Abtak Media Google News

ભગવાન બુધ્ધના માતા યશોધરા વિશેની નૃત્ય નાટિકામાં દર્શાવાયા નારીના બન્ને આર્ટ્સ અને સુરક્ષા સેતુનું આયોજન

નારી કોમળ છે ’ને કઠોર પણ. ભગવાન બુધ્ધના માતા યશોધરા વિશેની નૃત્ય નાટિકામાં નારીના બન્ને ‚પ દર્શાવાયા. રંજની આર્ટ્સ અને સુરક્ષા સેતુ દ્વારા આનું આયોજન કરાયું હતું. શ્રી રંજની આર્ટ્સ અને સુરક્ષા સેતુના સૌજન્યથી હેમુ ગઢવી હોલ ખાતે “યશોધરા નૃત્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટિકાને સંગીત નાટક અકાદમી ગુજરાત રાજયમાં પણ પસંદગી પામી હતી. આ નાટિકા નારીનું લાગણીસભર, સંઘર્ષભર્યા જીવન પર બનાવામાં આવી છે, યશોધરા બુધ્ધને સમકક્ષ જ હતા. પરંતુ લોકો યશોધરાને પૂરું જાણતા નથી. આ નાટક યશોધરા પર દર્શાવામાં આવ્યું છે. તેમના જીવનની રહસ્યમય વાતો પણ આ નાટકમાં દર્શાવામાં આવ્યું છે. સાથે સાથે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી નાટકમાં ભરત નાટયન, કથક તથા ફોક ડાન્સને પણ આવરી લેવામાં આવ્યા. આ નાટકમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત ખાસ ઉપસ્થિત રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.