સંજય દત્ત સાથે નરગીશ ફખરી

sanjaydatt
sanjaydatt

નરગીશ ફખરી લાંબા સમયે ‚પેરી પડદે દેખાય તેવી શકયતા છે. તેણે સંજય દત્ત સાથેની ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મમાં તે અફઘાની યુવતીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ માટે નરગીશ ખુબ ઉત્સાહી છે. તેની સાથે સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં કામ કરી રહ્યો છે જે એક આર્મી ઓફિસરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ આતંકવાદના વિષય પર આધારિત છે.નરગીશે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કબુલ્યું હતું કે, બોલીવુડમાં સારા મિત્રો બનાવી શકી નથી તેથી તેને ફિલ્મમાં કામ ઓછુ મળે છે. દુનિયાભરમાં તેના મિત્રો છે પરંતુ હિન્દી ફિલ્મ જગતમાં તેને કામ અપાવે તેવા મિત્રો બનાવવામાં તે નિષ્ફળ ગઈ છે. નરગીસને આ વાતનો અફસોસ છે.ઉદય ચોપડા સાથેના સંબંધમાં પણ નરગીશને ઘણા ચડાવ-ઉતારનો સામનો કરવો પડે છે. એક સમયે બંને વચ્ચે બ્રેક થઈ જતા નરગીશ તાબડતોબ અમેરીકા જતી રહી હતી. ત્યાં તે માનસીક તાણનો ભોગ બની હતી અને તેણે તે માટે સારવાર પણ લીધી હતી.

Loading...