Abtak Media Google News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવનકથા પર આધારીત ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મનું શૂટીંગ ભુજમાં શરૂ થયું છે. ભુજના દરબારગઢ પ્રાગમહેલ ખાતે નવનિર્માણ આંદોલનના કેટલાંક દ્રશ્યો ફિલ્માવાઈ રહ્યા છે. ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. વિવેક ઓબેરોયની ઝલક મેળવવા ચાહકો દરબારગઢ ઉમટી પડ્યા છે.ગુજરાત નવનિર્માણ આંદોલનનું શૂટિંગ થઈ રહ્યું છે.Untitled 1 39
ફિલ્મમાં વિવેક ઓબેરોય ગુલાબી ઝભ્ભા લેંગામાં સજ્જ દેખાઈ આવ્યા હતા.બ્લેક કલરની એમ્બેસેડર કાર પર ચડીને પ્રજાને મોંઘવારી મુદ્દે વિવેક ઓબેરોયે મોદી બનીને ભાષણ આપ્યું હતું.શૂટિંગ નિહાળવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા જો કે , શૂટિંગ દરમિયાન મોબાઈલ લઈ જવાની પ્રવેશબંધી કરાતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.કચ્છના સફેદ રણમાં પણ કેટલાંક દ્રશ્યો શૂટ કરાય તેવી સંભાવના છે. લોકસભાની ચૂંટણી ટાણે આ ફિલ્મ રીલીઝ થાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.