Abtak Media Google News

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ તરીકેના બીજી વખત શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ગોપનીયતાના શપથ અપાવ્યા.

સાંજે સાત વાગ્યાના ટકોરે નરેન્દ્ર મોદીએ બીજીવાર વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા છે. મોદીએ શપથ લીધા ત્યારે દિલ્હીથી દૂર ગાંધીનગરમાં બેસેલા તેમના માતા હીરાબાએ ટીવી સ્ક્રિન પર પુત્ર નરેન્દ્રને શપથ લેતા નિહાળ્યા હતા. આ દરમિયાન તેઓ તાળીઓ વગાડી દિકરાને વધાવતા જોવા મળ્યા હતા.

આ પહેલા 23 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ફરીવાર મોદી સરકારને બહુમતી મળી ત્યારે પણ પીએમ મોદીના માતા હીરાબાએ મતદારોનો આભાર માન્યો હતો. આ દરમિયાન હીરાબાના ચહેરા પર પુત્રના વિજયની ખુશી જોવા મળી હતી અને રોમાંચિત ભાવ સાથે આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.